શ્રીજી અર્થતંત્રમા નવો પ્રાણ ફૂંકશે .

સુરતીઓ આમ પણ ઉત્સવપ્રિય પ્રજા છે .એમા આ વખતે સરકારે થોડી મર્યાદાઓ સાથે ગણેશ ઉત્સવ ઉજવવા છુટ આપતા સુરતીઓનો ઉત્સાહ ઉમઁગ બેવડા યો છે .
શ્રીજીના આગમન સાથે સુરતની શેરીઓમા નવી રોનક નવી ચમક આવી છે .શેરી મોહલ્લાઓમા સાફ સફાઈ થઇ ગઈ છે શેરી મોહલ્લાઓ એ નવા સાજ શણગારથી શોભી રહ્યા છે મંડપ નીચે મંડપની આજુબાજુ સાફ સફાઈ થતા આંગણ ચમકી રહ્યા છે હવે આ દસ દિવસ આબાલ યુવાનો વૃદ્ધ સહુ કોઈ ભેગા મળી બાપાની આરાધના કરશે
આ દસ દિવસ યુવાનો એકબીજા સાથે હળીમળીને કામ કરશે .યુવાનોમા સંઘભાવના કેળવાશે .યુવાનો શિસ્ત એકતા સંપ ભાઈચારાના પાઠો શિક્ષશે .અઘરા કામો ભેગા મળી ઉકેલશે .યુવાનો ભક્તિ સાથે સમાજ સેવા કરી સમાજને મજબૂત કરશે .બ્લડ ડોનેશન આઈ ચેક કેમ સાથે આ વખતે વેક્સીન કેમ્પનુ પણ આયોજન છે કેટલા મંડળ વિદ્યાર્થીઓ ભણતર માટે ચોપડા નોટબુક સ્કૂલ ફી પણ આપે છે જરૂરમંદને દવાદારૂના પૈસા પણ આપે છે .ખુબ જ સારી વાત કહેવાય .યુવાનોમા જાગૃતિ આવી છે દેશ માટે સારી નિશાની ગણાય .
બે વરસથી જે નાના મોટા વેપાર રોજગાર બઁધ હતા તે ચાલુ થતા સેંકડોને રોજગારી કામ મળી રહ્યું છે કોરોનાને કારણે મંદ પડેલા અર્થતંત્રમા નવો સઁચાર થયો છે ગણેશજી કેટકેટલાને કેવી કેવી રીતે રોજી કામ આપી રહ્યા છે તેની યાદી બહુ લાંબી છે .આપણે ટૂંકમા જોઈએ .
સહુ પ્રથમ તો મંડપ બાંધી આપવા વાલાને 2 વરસ પછી કામ મળતુ થયું છે મંડપ ભાડે આપનાર મંડપ બાંધનાર કારીગરો જે નાના માણસો 2 વરસથી બેકાર હતાં તેમની પાસે આજે સમય નથી .મંડપનું કાપડ વાંસ લાકડા પતરા કાઠીની દોરી તાડપત્રી પ્લાસ્ટિક વિગેરેનું વેચાણ જોરમાં છે બાજોઠ સિંહાસન પૂજા સામગ્રી શ્રીજીના વાઘા પાઘડી ધોતી બીજા સાજશણગાર ધૂમ વેચાઈ રહ્યા છે લાઇટિંગ ડેકોરેશન વાલા સજાવટ વાલા પાસે પૂરતો સ્ટાફ નથી આજે 2 વરસ પછી ઢોલ ત્રાસાના અવાજો ગુંજી રહ્યા છે ડી જે પરથી ધૂળ ઝાપટવામા આવી રહી છે ફૂલવાલા માળી પલાસ્ટીકના ફૂલો થરમોકોલ વેચાઈ રહ્યા છે પ્રસાદના દહી ઘી લાડુ મીઠાઈઓ બની રહ્યા છે લારી લોરી ટેક્ટર ટ્રકના બુકીંગ થઇ રહ્યા છે સેંકડો નાના મોટા વેપાર રોજગાર ચાલુ થઇ ગયા છે આ દસ દિવસ સેંકડોના મોં પર નવી તાજગી નવી રોનક લાવશે .
આપણે આ દસ દિવસ પ્રવુતિમય આનંદમાં રહેશુ તો આપણે માનસિક રીતે પણ મજબૂત બનીશુ .આપની બધી ચિંતા દુઃખ દર્દ ટેન્શન શ્રીજીના ચરણે ધરી હળવા ફૂલ થઇ જઈએ .ફરી પાછા આપણે પહેલા જેવા મોજીલા ઉદાર બની જઈએ શ્રી જી આમ પણ વિઘ્નહર્તા દેવ ગણાઈ છે રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે આપના બધા દુઃખ દર્દ ચિંતા શ્રીજી દુર કરે એમ પ્રાર્થના કરીએ
બોલો ગણપતિ બાપા મોરિયા
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત