કેશોદ માં એકી સાથે ૧૧ જેટલી દુકાનોના તાળા તુટયા.

કેશોદ તા.૧૬ : અત્રે ગત મોડી રાત્રીના પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલ મયુર માર્કેટ તથા ચાર ચોકમાં આવેલ શ્રીનાથજી માર્કેટની મળી એકી સાથે ૧૧ જેટલી દુકાનોના તાળા તુટતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે.
ગત રાત્રીના ઝરમરીયા વરસાદનો લાભ લઇ તસ્કર ટોળી સક્રિય બનેલ હતી. જે શહેરના મધ્ય ભાગ આવેલ મયુર માર્કેટ અને શ્રીનાથજી માર્કેટ પર ત્રાટકી પોતાની મનની મુરાદ પુરી કરેલ હોવાનું કહેવાય છે.
મયુર માર્કેટમાંથી તસ્કરોએ ૯ દુકાનો તથા શ્રીનાથજી માર્કેટમાં ર દુકાનો મળી કુલ ૧૧ દુકાનોના તાળા તથા શટર તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઇ. ચૌહાણ સહિત પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરેલ છે. કઇ દુકાનમાંથી કેટલી રોકડ કે મુદામાલ ગયો છે એ અંગેની જરૂરી વિગત મેળવાઇ રહી છે.
નોંધનીય છે કે, મયુર માર્કેટમાં શ્રીનાથજી માર્કેટ બરાબર પોલીસ સ્ટેશનની સામે જ આવેલ છે. આમ છતાં તસ્કર ટોળકીએ હિંમત દાખવી ૧૧ જેટલી દુકાનોના શટર ઉંચકી પોલીસ સામે પડકાર ફેકેલ છે.
દરમિયાન આ પરાક્રમ ચડી બનીયન ધારી હોવાનું કહેવાય છે અને આસપાસમાં રહેલ સીસી ટીવી કેમેરામાં પણ તસ્કરો શટર ઉંચકાવતા હોવા સહિતની ઘટના કેદ થયેલ હોવાનું અને તસ્કરોએ ચડ્ડી બનીયન તથા મોઢા ઉપર માસ્ક પહેરેલ હોવાનું જાણવા મળેલ છે.
આરોપીઓનું પગેરૂ મેળવા પી.આઇ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947