કોવિડ-૧૯  અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧૦ ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા

કોવિડ-૧૯  અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧૦ ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા
Spread the love

કોવિડ-૧૯  અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧૦ ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા

જિલ્લામાં રાત્રીના ૧૨ કલાક સુધી શેરીસોસાયટીફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદમાં નવરાત્રી ગરબાનું આયોજન થઇ શકશે

વ્યાપારીક ગતીવીધીને  છુટ

જૂનાગઢ : કોરોના વાયરસ કોવિડ-૧૯  મહામારી અંતર્ગત સરકાર દ્વારા  તા. ૨૫/૯/૨૦૨૧ થી  તા.૧૦/૧૦/૨૦૨૧  સુધી જૂનાગઢ જિલ્લાના નાગરિકો માટે જરૂરી નિયંત્રણો દિશા નિર્દેશો જારી કરાયા છે. વ્યાપારીક ગતીવીધીને  છુટ આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં  રાત્રીના ૧૨ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં નવરાત્રી ગરબા, દુર્ગા પુજા, શરદ પૂર્ણિમાં, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે.

જૂનાગઢ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી રચિત રાજે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ ૧૪૪ ધ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ – ૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ અને   ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫  હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ  નીચેની બાબતો પણ અમલમાં રહેશે.

આ સમયગાળા માટે  દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ,  માર્કેટીંગ યાર્ડ,  અઠવાડીક ગુજરી, બજાર હાટ, હેર કટીંગ સલૂન,  બ્યુટી પાર્લર, તેમજ અન્ય વ્યાપારીક ગતીવીધી ચાલુ રાખી શકાશે.

રેસ્ટોરન્ટ રાત્રીના ૧૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ચાલુ રાખી શકાશે. હોમ ડીલેવરીની સુવિધા રાત્રીના ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. જીમ ૭૫ ટકા ક્ષમતા સાથે, જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL  પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના  રાજકીય, સામાજીક,ધાર્મિક,બેસણું, સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા(મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રીત થઇ શકશે).

IELTS  તથા TOEFEL જેવી પરિક્ષાઓ કોરોનાની ગાઇડલાઇન સાથે યોજી શકાશે. લાઇબ્રેરી ૭૫ ટકા ક્ષમતા સાથે, પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ ૧૦૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને ફરફર્યુમાંથી મુક્તી આપવામાં આવે છે.

પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટર્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦ ટકાની કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક,  સ્વીમીંગ પુલ ૭૫ ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. જયારે સ્પા સેન્ટર બંધ રહેશે.ધોરણ ૯ થી પોષ્ટ ગ્રેજયુએટ સુધિના કોચીગ સેન્ટરો અને  ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના ૫૦ ટકા વિધાર્થીઓ સાથે શરૂ કરી શકાશે.

ઉપરોક્ત તમામ વ્યવસાય સાથે સંકળાયેલા માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તરત વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

COVID-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરા મેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલવરી સેવા. શાકભાજી તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરીયાણું, બેકરી બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેચવાં માટેની ઓનલાઇન સેવા.અનાજ તથા મસાલા દળવાની ઘંટી.ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટોરેન્ટમાંથી take away service   આપતી સેવાઓ.ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.પ્રેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોટેશન અને  ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.પોસ્ટ અને કુરિયર સર્વિસ.ખાનગી સિક્યુરીટી સેવા.પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.ઉક્ત તમામ આવશ્યક ચીઝ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.આંતર રાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ.તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમિયાન એટીએમમાં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેન્ક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!