જૂનાગઢ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમ યોજાઈ

જૂનાગઢ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમ યોજાઈ
Spread the love

જૂનાગઢ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમ યોજાઈ

        જૂનાગઢ : જૂનાગઢ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે તા.૨૦/૯/૨૦૨૧ થી ૨૪/૯/૨૦૨૧ સુધીનું પાંચ દિવસીય તાલીમનું અયોજન કરાવામાં આવ્યું  હતુ.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાયેલ તાલીમ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ  કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. ર્સી.એ.આર. અંતર્ગત “એડવાન્ર્સીર્સ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય ઉપર પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વોટરશેડમાં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભજળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, ર્સેટેલાઈટ, જીપીએર્સ, વિવિધ મોબાઈલ  એપ્સ તેમજ ઈન્ટરનેટ પરની વિવિધ અદ્યતન ટેકનોલોજી અંગે તાલીમ આપવાનો હતો.

આ તાલીમના સમાપન સમારોહમાં ડો. પી. એમ. ચૌહાણ , જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી  તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ હાજર રહ્યા હતા. તેમણે ઉદબોધનમાં આ તાલીમમાં વિવિધ  ક્ષેત્રના તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહિતીનું મહત્વ જણાવ્યું હતું. તેમજ આઈ. ડી. પી. યોજના અંતગર્ત વિદ્યાથીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે પ્રોત્સાહિત કરી અને યુનિવર્સીટી દ્વારા કરવામાં આવતા અંતરરાષ્ટ્રીય તાલીમ અંગેના  પ્રયત્નો વિેષે વિસ્તૃત જાણકારી આપી હતી. અને વિદ્યાથીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે વધુમાં વધુ પ્રયત્નશીલ બનવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

આ તાલીમના સમાપન પ્રસંગે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજમાંથી સ્નાતક થયેલ શ્રી ચિરાગ અમીન, આઈ.એફ.એર્સ. ડી. ર્સી. એફ. મોરબી મુખ્ય અતિથી તરીકે હાજર રહી તેમણે ફોરેસ્ટ વિસ્તારમાં કરવામાં આવતા વોટરશેડની વિવિધ પ્રવૃતિઓની રૂપરેખા આપી કૃષિ ઇજનેરી  પૂર્ણ કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં રહેલ નોકરી અને ઉદ્યોગ સાહસિક બનવા અંગે વિદ્યાથીઓને વિસ્તૃત માહિતી  આપી હતી.

આ પ્રસંગે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો. એન. કે. ગોન્ટીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કોલેજ દ્વારા વિદ્યાથીઓના સર્વાંગી વિકાસ માટે યોજવામાં આવતી વિવિધ પ્રવૃતિઓમાં વિદ્યાથીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લે તે અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તાલીમના સમાપન કાર્યક્રમમાં ડો. કે. બી. ઝાલા, પ્રાધ્યાપક અને વડા, એફ. એમ. પી.ઈ. વિભાગ, ડો. આર. એમ.સતાસિયા, પ્રાધ્યાપક અને વડા, આર.ઈ.ઈ. વિભાગ તેમજ ડો. વી. કે. ચાંદેગરા અને કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને આ તાલીમ આપનાર તજજ્ઞો તેમજ અંદાજીત ૨૦૦ જેટલા વિદ્યાથીઓ હાજર રહ્યા હતા.

આ તાલીમને સફળ બનાવવા ડૉ. પી. એમ. ચૌહાણ અનેડૉ. એન. કે. ગોન્ટીયાના માર્દર્શન હેઠળ  જમીન અને જળ ઇજનેરી વિભાગના વિભાગીય વડા ડૉ. એચ. ડી. રાંકડો. એચ. વી. પરમાર, પ્રો. જી. ડી.  ગોહિલ અને જમીન અને જળ ઇજનેરી વિભાગની ટીમેં જેહમત ઉઠાવી હતી.

       

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!