ભેંસાણના ગોરખપુર ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશન

ભેંસાણના ગોરખપુર ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશન
ગામના સરપંચ નિલેશભાઇએ ગામના લોકોને સમજાવી વેક્સીન લેવડાવી
જૂનાગઢ : ભેંસાણ તાલુકાના ગોરખપુર ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશન થયું છે. જેમાં ગામના સરપંચ નિલેશભાઇ અને રાણપુર પીએચસીના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી છે. ગામના લોકોને સમજાવી દરેકને વેક્સીન લેવડાવી અને ગામમાં ૧૦૦ ટકા વેક્સીનથી અન્ય ગામના લોકોને પણ જાગૃત કર્યા છે.
ગામના સરપંચ નિલેશભાઇ ભીખુભાઇ નીરંજને જણાવ્યું હતું કે, ગામમાં ૬૨૫ની વસ્તી છે. આથી ગામના દરેક નાગરિકને કોરોનાની વેક્સીન મળી જાય તે માટે આરોગ્ય સ્ટાફ સાથે રહી ફરજ બજાવી ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશનની કામગીરી કરાવી છે. ગામના અમુક લોકો કે જે વેક્સીન લેવાથી ડરતા હતા. તેમને સમજાવી અને કાંઇ પણ થશે તેની જવાબદારી લઇ ગામના દરેકને વેક્સીન લેવડાવી છે. ગામમાં ઘણા લોકોના બન્ને ડોઝ પુરા થઇ ગયા છે. જ્યારે અમુ લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે.
ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશન થયું છે. તેમાં રાણપુર પીએચસી સ્ટાફે પણ મહત્વની કામગીરી કરી છે. મારી સાથે રહીને ગામના લોકોને વેક્સીન લેવા સમજાવ્યા હતા.