રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા ૫ મી ઓક્ટોમ્બરના યોજાશે

રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા ૫ મી ઓક્ટોમ્બરના યોજાશે
જૂનાગઢ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ ની જિલ્લા કક્ષાની સ્પર્ધા ૫/૧૦/૨૦૨૧ને મંગળવારે યોજવામાં આવનાર છે.
આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ ” નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન” રાખવામાં આવેલ છે. આ સ્પર્ધા ઓનલાઇન અથવા ઓફલાઈન માધ્યમથી જિલ્લામાં યોજાશે.આ સ્પર્ધામાં રજીટ્રેશન થયેલ શાળા પ્રોજેક્ટને પોતાનો પ્રોજેક્ટ ૮ મિનિટમાં રજૂ કરવાનો રહશે. સાથે સાથે ૪ ચાર્ટ બનાવી શકે છે. જો ઓનલાઇન રજુ કરવાના હોઈતો એમની પીપીટી બનાવી ઈમેલ કરવાની રહશે.
આ પ્રોજેક્ટ અંગે કાર્યક્રમ સ્થળ:- શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ (મો નં. ૯૪૨૯૪૩૩૪૪૯ નો સંપર્ક કરવો તેમજ વધુ માહિતી માટે લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા સંપર્ક કરવાનું અખબારી યાદીમાં જણાવેલ છે .