જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કુપોષિત બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ખજૂર, ચીક્કી અને લાડુનું વિતરણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કુપોષિત બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ખજૂર, ચીક્કી અને લાડુનું વિતરણ કરાયું
દોલતપરા-૧ ખાતે વાનગી નિદર્શન યોજાયું
જૂનાગઢ : પોષણ માસની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ન્યુટ્રિ કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દોલતપરા-૧ તેમજ આંબેડકરનગરના કુપોષિત બાળકો, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ખજૂર, ચીક્કી અને લાડુ જેવી પોષણયુક્ત વસ્તુથી બનેલી કીટનું વિતરણ કર્યું હતું. લાભાર્થીઓને પોષણ યુક્ત આહારની અગત્યતા સમજાવી કુપોષણ દૂર થાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
આ ન્યુટ્રિ કીટ જે તે વિસ્તારના દાતાશ્રીઓના સહયોગથી મેળવેલ છે. આ ઉપરાંત દોલતપરા-૧ ખાતે વાનગી નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી ખાતેથી વિતરણ થતા બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરી લાભાર્થીઓને આ ટી.એચ.આર. નિયમિત ઉપયોગ કરવા સંદેશ આપવામાં આવ્યો હતો.