શ્રમયોગીઓ E-shram પોર્ટલ પર નોંધણી કરાવી વિનામૂલ્યે આરોગ્ય તેમજ વીમા સબંધી લાભ મેળવી શકશે

શ્રમયોગીઓ E-shram પોર્ટલ પર નોંધણી કરાવી વિનામૂલ્યે આરોગ્ય તેમજ વીમા સબંધી લાભ મેળવી શકશે
જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે રીવ્યુ બેઠક યોજાઇ
Ø ઇ શ્રમ કાર્ડ પુરા ભારતમાં માન્ય રહેશે.
Ø PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે.
Ø આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા પર રૂા. ૨ લાખ, માનસિક વિકલાંગતા માટે રૂા.
૧ લાખની સહાય મળશે.
Ø પાત્રતા ધરાવતા શ્રમિકોને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળશે.
Ø સેલ્ફ રજીસ્ટ્રેશન, કોમન સર્વિસ સેન્ટર અને ઇ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન થઇ શકશે.
જૂનાગઢ : ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રકયોગીઓની નોંધણી માટે E-shram પોર્ટલ કાર્યરત કરાયું છે.આ નોંધણી કરાવવાથી ઇ-શ્રમ કાર્ડ મળશે. જે આખા ભારતમાં માન્ય રહેશે. PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે. આકસ્મિક મૃત્યુ વિકલાંગતા પર રૂા. ૨ લાખ, આંશીક વિકાસ વિકલાંગતા માટે રૂા. ૧ લાખની સહાય મળશે.
ઉપરાંત પાત્રતા ધરાવતા શ્રમિકોને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષાની યોજનાના લાભ મળશે. નોંધણી માટે સ્માર્ટફોનથી સેલ્ફ રજીસ્ટ્રેશન, કોમન સર્વીસ સેન્ટર અને ઇ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીન્ક મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો જરૂરી છે. www.esharam.gov.in પર નોંધણી કરાવવાની છે. ઇન્કમટેકસ ન ભરતા અને ૧૬ થી ૬૦ વર્ષના શ્રમિકો નોંધણી કરાવી શકે છે.
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૬૪ શ્રમિકોએ આ નોંધણી કરાવેલ છે. જિલ્લામાં વધુમાં વધુ શ્રમિકો નોંધણી કરાવી સરકારી યોજનાનો લાભ મેળવે તે માટે જિલ્લા કલેકટર શ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ યોજનાના અધિકારીશ્રીઓ, વધુમાં વધુ શ્રમિકો નોંધણી કરાવે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમિકો, ઘર કામ કરનાર, રસોઈ કરનાર, ઘરેલુ કામદારો, ખેતી સાથે સંકળાયેલા શ્રમિકો, સ્વરોજગાર ધરાવતા, ફેરીયાઓ, નાના દુકાનદાર, આશા વર્કર, આંગણવાડી વર્કર, માછીમારો, દૂધવાળા, ધોબી, મનરેગા અંતર્ગત કામ કરતા લોકો તેમજ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.