જૂનાગઢ જિલ્લામાં ૧૦૦ દિવસમાં ૧૩૦ પશુ આરોગ્ય મેળા યોજાશે

જૂનાગઢ જિલ્લામાં ૧૦૦ દિવસમાં ૧૩૦ પશુ આરોગ્ય મેળા યોજાશે
જૂનાગઢ : પશુપાલન શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ દિવસમાં ૧૩૦ પશુ આરોગ્ય મેળા યોજવાનું આયોજન કરાયું છે. ખેતી સાથે પશુ પાલનનો પુરક વ્યવસાય કરતા ખેડૂતો તેમજ પશુ પાલકો વિનામૂલ્યે આ પશુ આરોગ્ય મેળાનો લાભ મેળવી શકશે.
તા.૧ ઓક્ટબર થી પશુ મેળાનો પ્રારંભ કરાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમત શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેન્કના એમ.ડી.શ્રી દિનેશભાઇ ખટારીયાએ ટીનમસ ખાતે પશુ આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં ૧૩ પશુ આરોગ્ય મેળા સંપન્ન થયા છે. જેમાં ૬૧૪૫ પશુઓને સારવાર આપવામાં આવી છે.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ, જિલ્લા ખેતીવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન શ્રીમતી નિર્મળાબેન બુસાના માર્ગદર્શન હેઠળ જિલલાનાં તમામ તાલુકામાં પશુ આરોગ્ય મેળા યોજાશે. આ પશુ નિદાન મેળાનો લાભ લેવા પશુપાલકોને તેમના ગામની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક સાભવા નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.ડી.ડી.પાનેરાની યાદીમાં જણાવાયું છે.