રાજકોટ માં ગરબા રમતી વેળાએ પાડોશીએ સ્પીકર ધીમું કરવાનું કહેતા માતા-બહેન ઉપર હુમલો.

રાજકોટ ના ગાંધીગ્રામ વિસ્તારમાં ગરબા રમતી વેળાએ પાડોશીએ સ્પીકર ધીમું કરવાનું કહેતા માતા-બહેન ઉપર હુમલો.
રાજકોટ ના જામનગર રોડ મનહરપુર માં રહેતા જિજ્ઞાસાબેન મહેશભાઈ પાનખાણીયા ઉ.૩૨ નામના પરિણીતાને તેના પાડોશી જયેશ મકવાણા, તેમના પત્ની કિંજલ મકવાણા અને દર્શીત ડાંગરે ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેઓને બચાવવા જતા તેઓના માતા હંસાબેન કાંતિભાઈ ગોહેલ અને બહેન વૈશાલીબેન ઉપર પણ હુમલો કર્યો હતો. જીજ્ઞાસાબહેનને હાથમ ફ્રેક્ચર આવતા તેઓને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જીજ્ઞાસા બહેને કહ્યું હતું કે, તેઓના પતિ ફર્નીચરનું કામ કરે છે. તેઓ ગાંધીગ્રામમાં લાભદીપ સોસાયટીમાં રહેતા નાના બહેન આરતીને ત્યાં ગરબા રમવા ગયા હતા ત્યાં બાજુમાં રહેતા જયેશ મકવાણા અને તેનો પરિવાર પણ સ્પીકર રાખી ગરબા રમતો હોય એ લોકોએ સ્પીકર બંધ કરી દેવાનું કહી માથાકૂટ કરી હુમલો કર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.