જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં 50થી વધુ જગ્યાએ સેમ્પલો લઈ ચેકિંગ હાથ ધરાયુ

જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં 50થી વધુ જગ્યાએ સેમ્પલો લઈ ચેકિંગ હાથ ધરાયુ
Spread the love

જામનગર મનપાની ફૂડ શાખાના અધિકારીની ટૂકડી દ્વારા શહેરમાં 50થી વધુ જગ્યાએ સેમ્પલો લઈ ચેકિંગ ની કવાયત હાથ ધરાઈ

જામનગર મહાનગરપાલિકા રાબેતા મુજબ તહેવારોમાં સક્રિય થઈ છે અને ફક્ત તહેવાર ટાંકણે જ ભેળસેળ થતી હોય તેમ ફરસાણ અને મીઠાઈ વિક્રેતાઓ પર તૂટી પડ્યા છે. 50થી વધુ જગ્યાએ સેમ્પલો લઈ 27 કિલો જેટલો અખાદ્ય તેલનો જથ્થો નાશ કર્યો હતો. જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના અધિકારીની ટૂકડી દ્વારા શહેરમાં ફરસાણ-મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને આશરે 47 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી જલેબી-ફાફડાના 50 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા.

ઉપરાંત 12 સ્થળોએથી મીઠાઈના નમૂના લેવાયા હતા. જ્યારે 27 કિલો જેટલા તેલના જથ્થાનો અખાદ્ય હોવાથી નાશ કરવામાં આવ્યો હતો. તમામ ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ હતી. આ કાર્યવાહી પી.એસ. ઓડેદરા, એન. પી. જાસોલિયા, ડી. વી. પરમાર અને સ્ટાફે કરી હતી. જામ્યુકો તંત્ર દ્વારા તહેવારો પૂર્વે જ ચેકીંગ કાર્યવાહીના પગલે સંબંધિત ધંધાર્થીઓમાં ક્ષણિક દોડધામ મચી હતી.

શહેરના ખોડીયાર કોલોની, જનતા ફાટક, રણજીતનગર, દિગ્વિજય પ્લોટ 58-59, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, જોલી બંગલો, એસ.ટી.ડેપો, ખંભાળિયા નાકા, હવાઇ ચોક, આર્યસમાજ રોડ, પવનચક્કી વિગેરે વિસ્તારોમાં 35 જેટલી પેઢીઓમાં ઇન્સ્પેકશન કરી જલેબી-ફાફડાના 50 જેટલા સર્વેલન્સ નમુનાઓ લઇ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની વડોદરા સ્થિત લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે. આ રિપોર્ટ આવ્યા બાદ એફ.એસ.એસ.એ.આઇ.2006 અને તે અન્વયેના નિયમો 2011 હેઠળ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જામનગરમાં 9 આઇસ ફેકટરીમાં તપાસણી કરી સ્વચ્છતા, સફાઇ, પાણીમાં કલોરીનેશન તથા ટાંકાઓની સફાઇ, સુપર કલોરીનેશન જાળવવા તેમજ રજીસ્ટર મેઇન્ટેઇન કરવા અને કોરોઝોન પામેલ આઇલ બોકસ ચેન્જ-રેડોકસાઇડ કરાવી લેવા સુચના આપવામાં આવી હતી.

બાયોડીઝલ સ્ટેજવાળું 27 કિલો તેલ નાશ કરાયું…!
બજારમાં મળતું ફરસાણને અનેક વેપારીઓ નફાખોરીને લુંટનું સ્ટેજ આપતા અને ગમે તેવું લોકોને પધરાવતા હોય છે. ગઇકાલના ફૂડ વિભાગના દરોડામાં સૌથી વધુ ગંભીર બાબત જે ઉડીને સામે આવી હતી તે લોકો માટે આંખ ઉઘાડવાની તક સમાન ગણાય. શહેરમાં જુદી-જુદી 30 જેટલી ફરસાણ બનાવતી પેઢીઓમાં તેલ અંગેની તપાસ કરી આશરે 27 કિલોગ્રામ જેટલો જથ્થો બાયોડીઝલ સ્ટેજ જણાતા સ્થળ ઉપર જ નાશ કરવાની કાર્યવાહી પણ કરાઇ હોવાનું ફૂડ ઇન્સ.પરમારે જણાવ્યું હતું.

• જામનગર શહેર ના આ સ્થળેથી લેવાયા ફૂડ શાખા ની ટીમ દ્વારા ફોર્મલ નમુના
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દશેરા પૂર્વે ગઇકાલે આરોગ્ય વિષયક તપાસણી દરમ્યાન નીચેના સ્થળેથી ફોર્મલ નમુના લેવાયા હતા અને વડોદરા લેબોરેટરીમાં મોકલાયા છે.
જે.ડી.બેકર્સ-ફેસ-2, દરેડ
સુરેશ ફરસાણ માર્ટ-મારૂ કંસારા હોલ
સદ્ગુરૂ ડેરી ફાર્મ-ગ્રીનસીટી
નવરંગ સ્વીટ એન્ડ ફરસાણ-ગ્રીનસીટી
બંસરી ડેરી-પટેલ પાર્ક
શ્રીરામ સ્વીટ એન્ડ ફરસાણ-પટેલ પાર્ક
ખુશ્બુ ડેરી-નંદનવન
ગુરૂકૃપા સ્વીટ એન્ડ ફરસાણ-પવનચક્કી
જલારામ સ્વીટ એન્ડ ડેરી-રણજીત રોડ
વિષ્ણુ હલવા હાઉસ-ડી.એસ.પી. બંગલા
વાહેગુરૂ સ્વીટ એન્ડ નમકીન-બેડી ગેઇટ
ન્યુ આશનદાસ સ્વીટ-બેડી ગેઇટ

images-5-25-0.jpeg IMG-20211014-WA0053-1.jpg images-5-26-2.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!