રાજકોટ માં પોલીસ ૨૧ ઓકટોબરે શહીદ જવાનોની યાદમાં દિવસ ઉજવશે

રાજકોટ માં પોલીસ ૨૧ ઓકટોબરે શહીદ જવાનોની યાદમાં દિવસ ઉજવશે.
રાજકોટ ના પોલીસ કમિશનર દ્વારા ૨૧ ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસ થી ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ૨૧ ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીણા ઝોન-૧ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા ઝોન-ર અને શહેરના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને યાદ કરી રાજકોટ શહેર પોલીસ પરીવારના કોરોના વોરીયર A.S.I સ્વ.અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો.હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણ થતા તેઓનુ અવસાન થયેલુ તેઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવનાર છે. તેમજ શહીદ સંભારણા દિવસના રોજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેરના શહીદ A.S.I સ્વ.અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો.હેડ કોન્સ. સ્વ. રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. પ્રધુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલના ફોટોગ્રાફ પોલીસ સ્ટેશનમાં લગાડી તથા શહેર પોલીસ દ્વારા શહીદ પોલીસ કર્મચારીના ગામની મુલાકાત લઇ તેમના દ્વારા કરેલા કાર્યોને તેમના વિસ્તારમાં પ્રસાર કરવામાં આવનાર છે. તેમજ ડીજીટલ ગ્રંથની માહિતીના આધારે પ્રદર્શનનું આયોજન કરવામાં આવનાર છે. શહીદ પોલીસ કર્મચારી જે શાળામાં અભ્યાસ કરતા તે શાળાનુ નામ અથવા તેમના શહેર ગામના કોઇ એક રસ્તાનુ નામાભીધાન શહીદના નામપર થી કરવામાં આવનાર છે. ૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવશે છે. સરદાર વલ્લભભાઇ પટેલ અને અન્ય મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશમાં સૌપ્રથમ લોકોને એકતાનું મહત્વ જણાવ્યું હતું. દેશી રજવાડાનુ એકીકરણ કરવા ખુબજ મહત્વની ભુમીકા ભજવેલી જેના પરિણામે હાલ અખંડ ભારત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા. તે સમયે તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ કાર્યો મુજબ તેઓની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બને અને દેશમાં એકતાનો સંદેશો ફેલાય તે સ્વપન જોયેલ તે મુજબ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચાઇની પ્રતીમાંનુ નિર્માણ થયેલ જે વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાં છે. સને ૨૦૧૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની એકતા અખંડિતતા અને સલામતી જળવાય રહે તે માટે ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ૩૧ ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને મોટરસાયકલ રેલીનુ આયોજન કરવામાં આવેલ છે. જે રાષ્ટ્રીય એકતા અંગેની મોટર સાયકલ રેલી દરમ્યાન પ્રજાજનોને દેશની એકતા અને અખંડીતતા માટે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા જે અથાગ પ્રયાસો કરવામાં આવેલ અને જેના પરિણામે ભારત દેશ અખંડ ભારત બની રહેલ છે અને દેશમાં એકતાનુ વાતાવરણ ફેલાયેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.