કડીમાં ઈદે-મિલાદના નિમિત્તે શેરી જુલૂસ તેમજ બાલ મુબારક કાર્યક્રમ યોજાયો
કડી શહેર માં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દીવસની ઉજવણીના ભાગ રૂપે મુસ્લીમ સમાજના લોકો દ્વારા ઇસ્લામીક ચાંદ રબ્બીઉલ અવ્વલ ના પ્રથમ તારીખ થી બારમી તારીખ સુધી જુદીજુદી મસ્જિદો માં રોશની કરી મિલાદ એટલે નઆત પાક નો કાર્યક્રમ રાખવા માં આવે છે હઝરત પયગંબર સાહેબનો જન્મ દીવસ તેમજ તેમના દુનિયાથી વિદાય લેવાનો સમય અને વાર એક હોવાથી મુસ્લીમ સમાજ દ્વારા મોલુદ શરીફ નો કાર્યક્રમ રાખવા માં આવે છે મુસ્લીમ અગ્રણી ના જણાવ્યા પ્રમાણે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ નો જન્મ રબ્બીઉલ અવ્વલના ૧૨ તારીખ તેમજ ઇ.સ ૫૭૦ ૨૦ એપ્રિલના સોમવારના રોજ મક્કા શહેર માં થયો હતો તેમના જન્મ દિવસે સમગ્ર મક્કા શહેરમાં એક રોશની ચમકી ઉઠી હતી.
પયગમ્બર સાહેબના જન્મની ખુશીને લઈને મુસ્લીમ સમાજ હાલમાં પણ ઉભી થયેલી તાજગી અવિરત પણ સાચવીને ઇદે મિલાદનો તહેવારની ઉજવણી કરે છે. જેમાં કડીશહેરમાંઆવેલી મસ્જિદો મા ભગતવાડા મસ્જિદો સહિત કડી સહેર ની મસ્જિદો રોશની કરવામાં આવી હતી તેમજ તહેવારના ૧૨મી તારીખના બાલ મુબારકની જીયારત કરી સલાતો સલામ સાથે લોકો દર્શન કરી ભવ્યતા અનુભવી હતી બપોર બાદ શહેરના વિસ્તારમાં ઝુલુસ કાઢી સરકાર ના જાહેર કરેલા જાહેરનામા નુ પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી જયારે નઆતખા કરી બાર દિવસ નઆત પાક સુરીલી અવાજમાં પઢીને લોકો ડોલાવ્યા હતા તેમજ જુદાજુદા વિસ્તારોમાં ભેગા થાય નહીં તે રીતે પોત પોતાના વિસ્તારમાં ઝુલુસ કાઢીને ઉજવણી કરી હતી.
રિપોર્ટ : ક્રિશ ઉપાધ્યાય