સાતમા તબક્કાના સેવા સેતુકાર્યક્રમ મોજે.પાંડરવાડા તા. ખાનપુર ખાતે યોજાયો

સાતમા તબક્કાના સેવા સેતુકાર્યક્રમ મોજે.પાંડરવાડા તા. ખાનપુર ખાતે યોજાયો
આજરોજ સાતમા તબક્કાના સેવા સેતુકાર્યક્રમ મોજે.પાંડરવાડા તા. ખાનપુર ખાતે યોજાયો જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ખાસ ઝુંબેશ અંતર્ગત યુવા ભાવી મતદારો મતદારયાદી માં નામ નોંધાવે તે માટે જન જાગૃતિ કરવામાં આવી.
યોજાયેલ સેવાસેતુમાં કુલ 120 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. 10 સેવા આપવા આવી હતી જેમાં રાશનકાર્ડમાં સુધારો, નવા આધારકાર્ડ આપવા, જાતી આવકના દાખલા સહિત મેલેરીયા ખેતી ની બેન્ક ની સહાય સેવાઓ આપવામાં આવી હતી.
જિલ્લા તેમજ તાલુકાકક્ષાના અધિકારીઓની ઉપસ્થિતીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાવમાં આવ્યા હતા. હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં અન્ય ગામોને આવરી લઇ સેવાસેતુ યોજવામાં આવશે.
રિપોર્ટ : જગદીશ પટેલ