ડભોઇના તરસાણા ગામેં મા ખેતર માં મુકેલ ઘાસ ના પૂડા માં અચાનક આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો

ડભોઇ તાલુકાના તરસાણા ગામ મા ખેતર માં મુકેલ
ઘાસ ના પૂડા માં અચાનક આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો.તરસાણા ઞામના ખેડુત સુમતભાઈ અંબાલાલ પટેલ હસમુખભાઈ ભાઈજીભાઇ પટેલ ના ખેતરમા આગ લાગતા (૧૨૦૦)જેટલી ધાસ ના પૂંડા બળી ને ખાખ થઈ ગયા હતા.જેમાં ખેડુતોને આશરે (૬૦,૦૦૦)સાઈઠહજારરૂપિયા નું અંદાજીત નુકસાન.થયેલ છે હાલ માં કમોસમી વરસાદ ના કારણે ઊતારો ઓછો આવેલ છે.ઊપરથી નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો ને રાતા પાણી એ રળવાનો વારો આવ્યો છે.સાજ ના પાંચ વાગ્યા ના સુમારે એકા એક ખેતરમાં આગ લાગ્યા ની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુજવવા ના પ્રયત્ન કર્યા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ