મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં નૂતનવર્ષ સ્નેહમીલન યોજાયુ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં નૂતનવર્ષ સ્નેહમીલન યોજાયુ
Spread the love

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

કોવિડ-૧૯ મહામારીમાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ રાત પ્રજાની સેવા કરી છે

નિરામય ગુજરાત અભિયાન હેઠળ લોકોનુ આરોગ્ય જાળવવા સરકાર પ્રતિબધ્ધ

 

જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ સમાજ, સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનુ ભાવભર્યું સ્વાગત-સન્માન કરાયું

 

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં નૂતનવર્ષ સ્નેહમીલન યોજાયુ

 

જૂનાગઢ :  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ભાજપ પરિવાર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમીલન કાર્યક્રમ અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહમીલનમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીમાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ રાત ખડે પગે પ્રજાની સેવા કરી છે. આજે પ્રજાના હૃદયમાં ભારતીય જનતા પાર્ટી રહે છે. પાર્ટીના દરેક કાર્યકર્તા, પદાધિકારીઓ ખૂબ જ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પાયામાં કાર્યકરો છે.
મુખ્યમંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અભિયાન હેઠળ ૩૦ વર્ષ થી વધુ વયના લોકોને કોઇ ગંભીર બીમારી જ ના થાય એની માટે સરકાર કટીબધ્ધ છે. વધુમાં ૩૦ વર્ષથી વધુ વયના દરેકનું સ્ક્રીનીંગ સારવાર થશે. જેથી ડાયાબીટીસ, બીપી, કીડનીની ગંભીર બીમારી, કેન્સર જેવી બીમારીઓની તુંરત તપાસ થાય, અને સારવાર નિદાન સરકાર દ્વારા કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરી રહી છે. રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે સરકારશ્રી દ્વારા લોકોને રાસાયણિક ખાતર, દવા મુક્ત ખોરાક મળે એ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપી નિરામય ગુજરાતની ભાવના સાર્થક કરવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરની આજુબાજુમાં પણ પ્રાથમિક સુવિધાના કામ થશે. જેથી ગામડેથી લોકોનું શહેરમાં સ્થળાંતર ઘટાડી શકાય.

મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જોડાઇને આત્મનિર્ભર ગુજરાતમાં સૌને સહભાગી થવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

સ્નેહમીલન કાર્યક્રમ પુર્વે મુખ્યમંત્રીશ્રીએ શ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારીશ્રી તેમજ અન્ય સંત ગણોના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે, અમે દરેક લોકો સમાજના કામ કરવા પ્રતિબધ્ધ છીએે તેમજ જૂનાગઢ જિલ્લાને દરેક ક્ષેત્રે રોલ મોડેલ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશુ. સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યને નવી દિશા આપવાનું કામ સરકાર કરી રહી છે.
મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં રૂા.૫૦૦ કરોડના વિકાસ કામો કાર્યરત છે. તોમણે લોક લાગણીને ધ્યાને લઇ ૪૦૦-૪૦૦ના જૂથમાં પરિક્રમા મંજૂરી આપવાનો નિર્ણય કરવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના આરંભે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનીતભાઇ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ તકે મુખ્યમંત્રીશ્રીનું સંતો-મહંતો, પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૌસંવર્ધન અને પશુપાલન રાજયમંત્રીશ્રી દેવાભાઇ માલમ, પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહરભઇ ચાવડા, સંગઠન પ્રભારીશ્રી ચંદ્રશેખરભાઇ દવે, ડેપ્યુટી મેયરશ્રી, હિમાંશુભાઇ પંડ્યા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશિયા, પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી મહેન્દ્રભાઇ મશરૂ, શ્રી પ્રદીપભાઇ ખીમાણી, શ્રી ડોલરભાઇ કોટેચા, શ્રી સંજયભાઇ કોરડિયા, શ્રી શશીકાંતભાઇ ભીમાણી, શ્રી ગીરીશભાઇ કોટેચા, શ્રીમતી જ્યોતીબેન વાછાણી, પૂર્વ મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, શ્રી ભરતભાઇ શીંગાળા, શ્રી નટુભાઇ પટોળિયા, શ્રી ધરમણભાઇ ડાંગર, શ્રી નીરૂબેન કાંબલિયા, શ્રી પલ્લવીબેન ઠાકર, શ્રી સંજયભાઇ મણવર, શ્રી શૈલેષભાઇ રાવલ, પૂજ્યશ્રી શેરનાથ બાપુ, ચાંપરડાના મહંતશ્રી મુક્તાનંદ બાપુ, પૂજ્ય હરિહરાનંદ બાપુ, કોઠારી સ્વામી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી સ્વામીનારાયણ, શ્રી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ શ્રી નીલકંઠીવર્ણી મહારાજને શ્રધ્ધાપૂર્વક જલાભિષેક કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ જૂનાગઢની પ્રથમ મુલાકાત હોય સ્નેહમીલન પૂર્વે બાયક રેલી સાથે ભાજપ કાર્યકરો દ્રવારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરાયુ હતું

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!