જૂનાગઢ જિલ્લાના ૧૩૪૬ મતદાન મથકો પર હજુ નવેમ્બર મહિનાના બે રવિવાર અને એક શનિવારે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ જિલ્લાના ૧૩૪૬ મતદાન મથકો પર હજુ નવેમ્બર મહિનાના બે રવિવાર અને એક શનિવારે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લાના ૧૩૪૬ મતદાન મથકો પર હજુ નવેમ્બર મહિનાના બે રવિવાર અને એક શનિવારે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

        જૂનાગઢ : ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૧/૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકો-મતદારોને ઉક્ત કાર્યક્રમ અનુસાર મતદાર યાદીમાં નવા નામની નોંધણી કરવા, નામ કમી કરવા, સુધારા વધારા કરાવવા, માટેના મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ૧૩૪૬ મતદાન મથક ઉપર તા.૨૧/૧૧/૨૦૨૧(રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧(શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧(રવિવાર) દરમિયાન બી.એલ.ઓ દ્વારા જે તે મતદાન મથકોએ સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.

 તે ઉપરાંત તા.૧/૧૧/૨૦૨૧ થી ૩૦/૧૧/૨૦૨૧ સુધી તમામ મતદાન નોંધણી અધિકારી તથા તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે મતદારો પોતાના નામની નોંધણી, કમી કે સુધારો કરવા માટે સંબંધિત ફોર્મ ભરી શકશે.

આ કાર્યક્રમ દરમિયાન મતદાર પોતે જ મતદારયાદીમાં (1)Voter Helpline Application, (2)WWW.NVSP.IN (3)WWW.VOTERPORTAL.ECI.GOV.IN દ્વારા મતદાર તરીકેની પોતાની તથા સંબંધિતોની નોંધણી કરાવી શકશે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!