આઇ.ટી.આઇ. માળીયાહાટીના ખાતે તા. ૧૮ ના ભરતીમેળો યોજશે

આઇ.ટી.આઇ. માળીયાહાટીના ખાતે તા. ૧૮ ના ભરતીમેળો યોજશે
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇ.ટી.આઇ. માળીયાહાટીના ખાતે ભરતીમેળો તા. ૧૮/૧૧/૨૦૨૧ ન રોજ સવારે ૧૦-૩૦ કલાકે યોજાશે.
આ ભરતીમેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ ઓરિજનલ સર્ટીફિકેટ/માર્કશીર્ટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા તમારો બાયોડાટા(પાનકાર્ડ) હોય તો માળિયાહાટીના આઇ.ટીઆઇ. ખાતે નિર્ધારિત સમયે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. તેમજ ભરતીમેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., ડિપ્લોમા અને આઇ.ટી.આઇ પાસ લાયકાત ધરાવતા તેમજ ૧૮ થી ૪૦ વય સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે. નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતીમેળામાં હાજર રહેવુ નહિ.