જૂનાગઢ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારો-નોકરીદાતાઓએ અનુબંધમ જોબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું

જૂનાગઢ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારો-નોકરીદાતાઓએ અનુબંધમ જોબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું
જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા શ્રમદાતા અને રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે અનુબંધમ જોબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આ અનુબંધમ જોબ પોર્ટલમાં રોજગાર ઇચ્છુક ઉમેદવારો તથા નોકરીદાતાઓને જોડાવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ મળશે. ઉપરોક્ત પોર્ટલ દ્વારા ઉમેદવારોને રોજગારીની તકો મળી શકશે તેમજ નોકરીદાતા કુશળ માનવબળ મેળવવામાં મદદ મળી શકશે. આથી જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા પોર્ટલમાં ઉમેદવારો/નોકરીદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જૂનાગઢ રોજગાર અધિકરી દ્વારા જણાવાયું છે. રજીસ્ટ્રેશન માટે અનુબંધમ જોબ પોર્ટલ રજીસ્ટ્રેશન લીંકઃ- https://anubandham.gyjrat.gov.in/account/signup પર લોગ ઈન કરી નોંધણી કરાવી શકો છો.