યુવાનોને રોજગાર સેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ

યુવાનોને રોજગાર સેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના યુવાનો માટે રોજગારલક્ષી ઓનલાઇન કેરીયર કોલ સેન્ટર રોજગાર સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યની આ નવીન પહેલમાં રાજ્યનો કોઇપણ યુવાન કોઇપણ જિલ્લાની રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા શૈક્ષણિક તથા કારકિર્દીલક્ષી માહિતી, જાહેર ક્ષેત્રની રોજગારી અંગેની માહિતી અને માર્ગદર્શન, રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવતા ભરતીમેળા અને ખાનગી ક્ષેત્રમાં રોજગારી અંગેની માહિતી અને માર્ગદર્શન તેમજ રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અંગેની માહિતી રોજગાર સેતુ કેરીયર કોલ સેન્ટરના નંબરઃ ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરી મેળવી શકશે તેમ જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.