વિસાવદર ખાતેથી ગુમથયેલ મહિલાનું વેરાવળ સીટી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ

વિસાવદર ખાતેથી ગુમથયેલ મહિલાનું વેરાવળ સીટી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યુ
તા.-૨૭/૧૧/૨૦૨૧
વિસાવદર તાલુકાના રામપરા ગામેથી ગુમ થયેલ ૯૦ વર્ષના વૃધ્ધ મહીલા વેરાવળ ખાતેથી મળી આવતા વેરાવળ સીટી પોલીસએ પરિવાર સાથે મિલન કરાવ્યુ
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ ઇસમો તથા બાળકો/મહીલાઓને શોધી કાઢવા જીલ્લાના પોલીસ અઘિકારીઓને સુચના આપેલ હોય જે અન્વયે
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા મહીલા હેડ કોન્સ. વનિતાબેન કાળાભાઇ તથા મહીલા પો. કોન્સ. ભારતીબેન પુંજાભાઇ એ રીતેનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વેરાવળ રેલ્વે સ્ટેશન પાસેથી એક વૃધ્ધ મહીલા મળી આવતા જેઓને વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે લાવી વેરાવળ સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પરમાર સાહેબ ના માર્ગદર્શન તથા સુચનાથી તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ મહીલા સપોર્ટ સેન્ટર વેરાવળના કર્મચારી દક્ષાબેન દેવમુરારી એ કાઉન્સેલીંગ કરતા અને વેરાવળ સીટી પો.સ્ટે.ના ઉપરોકત પો.સ્ટાફએ સદરહું મહીલાની પુછપરછ કરતા પોતાએ ભાવનગર ખાતેના વેળાવદર ખાતે જવાનુ હોય પરંતુ ભુલથી અહી વેરાવળ ખાતે આવી ગયેલનું જણાવતા હોય જેથી જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામે તેમના પરિવાર બાબતે તપાસ કરાવતા સદરહુ મહીલા છેલ્લા પાંચ-છ દિવસથી ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ હોવાનુ જાણવા મળતા તેમના પરિવારનો સંપર્ક કરી સદરહું વૃધ્ધ મહીલાનું તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી આપેલ હતુ અને પરિવાર સાથે વૃધ્ધ મહીલાનું મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
કામગીરી કરનાર અધિ./કર્મચારી- પો. ઇન્સ. શ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા મહીલા હેડ કોન્સ. વનિતાબેન કાળાભાઇ તથા મહીલા પો. કોન્સ. ભારતીબેન પુંજાભાઇ તથા પોલીસ સ્ટેશન બેઇઝ મહીલા સપોર્ટ સેન્ટર વેરાવળના કર્મચારી દક્ષાબેન દેવમુરારી નાઓ જોડાયેલ હતા.
રિપોર્ટ : પરાગ સંગતાણી
ગીર સોમનાથ