સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓન લાઈન મતદાર યાદી કાર્યનો બહિષ્કાર

સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓન લાઈન મતદાર યાદી કાર્યનો બહિષ્કાર…
શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું હોવાથી બી.એલ.ઓ.ની કામગીરી માં થી મુક્ત કરવા આવેદન..
સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુત્રાપાડા મામલતદાર સાહેબને બીએલઓ ને ગરૂડા એપમાં કામગીરી આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર જણાવવામાં આવેલ છે કે રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોને મતદાર નોંધણી માટે બી.એલ.ઓ.ની કામગીરી સોંપી અને તેના માટે ગરૂડા એપ દ્વારા સમયમર્યાદામાં કામ કરવા આદેશ કર્યા છે ત્યારે રાજ્ય શિક્ષક સંઘ દ્વારા સરકારનું નમ્ર પણ એ ધ્યાન દોરતાં જણાવ્યું છે કે, કેટલાક બીએલઓ આધુનિક ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતાં હોય છે તેમજ દરેક શાળાઓમાં કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા ન હોઈ શાળા કક્ષાએ રહી આ કામગીરી કરવી શક્ય નથી શિક્ષકોનું મૂળ કામગીરી બાળકોને શાળામાં શિક્ષણ આપવાનુ કોવિડ ૧૯ ના કારણે મોટાભાગે શાળાઓ બંધ રહી હોય બાળકોના અભ્યાસમાં ધ્યાન રાખવું પડતું હોય બીએલઓ ને કામગીરી માટે સમય મર્યાદા આપી હોય તેની કામગીરી કરવી શક્ય નથી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્લેટફોર્મ ક્ષતી વાળા હોય ઘણીવાર એક ફ્રોમ ભરવા વારંવાર પ્રયાસ કરવા પડતા હોય આ તમામ કામગીરીને ધ્યાને લઇ શાળાના શિક્ષકોને આ કામગીરી માંથી મુક્તિ આપવા અથવા તેઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે માગણી કરી છે. આ તકે સુત્રાપાડા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માલાભાઈ ઝાલા, મહામંત્રી જશુભાઈ બડાઈ, ની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ