અંબાપુર વાવમાં પુરાતન સ્થાપત્ય પર ચા સાથે ચર્ચા

અંબાપુર વાવમાં પુરાતન સ્થાપત્ય પર ચા સાથે ચર્ચા.
● શ્રી યદુબીરસિંહ.એસ.રાવત કે જેઓએ પોતાનું સમગ્ર જીવન *પુરાતત્વ અને સંશોધનમાં* સમર્પિત કર્યુ છે તેમની સાથે તારીખ ૫/૧૨/૨૦૨૧ રવિવાર ના રોજ અંબાપુરની વાવમાં મુ. અંબાપુર-ગાંધીનગર ખાતે અતુલ્ય વારસાની ટિમ, IITE ગાંધીનગર ના વિદ્યાર્થીઓ-અધ્યાપક મિત્રો-વાઈસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ પટેલ તેમજ સમાચાર સુવાસ સામાજિક કાર્યકર્તા/શિક્ષક શ્રી કશ્યપભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
● સમાજમાં *ઐતિહાસિક અને સાંસ્કૃતિક* વારસાની મહત્તા પુનઃસ્થાપિત થાય અને લોકોમાં જાગૃતિ આવે તેમજ સરકાર જર્જરિત પુરાતન વારસાની જાળવણી અને સ્વચ્છતા બાબતે વધુ સભાન બને તે હેતુ સાથે પુરાતત્વ વિષયમાં કામ કરવા માટેનાં સ્કોપ, માનવ સભ્યતા સાથે સંસ્કૃતિનું સ્થળાંતરણ, વર્તમાન સમયમાં પુરાતત્વનું મહત્વ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી.