ઉકાઈ ડેમમાં ડુબાણમાં ગયેલ જમીનનું બાકી વળતર માટે નિઝરના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ

ઉકાઈ ડેમમાં ડુબાણમાં ગયેલ જમીનનું બાકી વળતર માટે નિઝરના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ
આદિવાસી બહુલક ધરાવતા વિસ્તાર અને ઉકાઈ ડેમ અસરગ્રસ્ત અને ડુબાણમાં ગયેલી જગ્યા ના વળતર માટે ઉચ્છલ-નિઝર ના ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા અસરગ્રસ્તોના હિતમાં તેમને વળતર ચૂકવવા ફરિયાદમાં કરાઇ છે
તેમણે મુખ્યમંત્રીને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર ના નિઝર-ઉચ્છલ કુકરમુંડા તાલુકામાં ડુબાણમાં ગયેલ જમીનોનું વડતાલ ચૂકવવાનું બાકી હોય તેમને જમીનનું વળતર મળે તેવી માંગણી લેખિતમાં કરી છે વધુમાં ઉકાઈ વિસ્થાપિત અસરગ્રસ્તોને જંગલ જમીન વન અધિકાર કાયદા 2006 મુજબ મળેલા દાવાની અરજીના આધારે સર્વે નંબર બ્લોક નંબર જેવા મુદ્દા પાડી સાત..બાર .અને 8 .અ. ના.ઉતારા વ્યક્તિગત મળે અને પુનર્વસવાટ ના ગામોમાં આજે પણ સુવિધા ઓ . નથીજે પૂર્ણ કરવા સાથે. ઉકાઇ જળાશયમાં માછલીનુ બિયારણ નાખી સ્થાનિકોને રોજગારી મળે અને ડુબાણમા ગયેલી જમીન નું અસરગ્રસ્ત તો ને વડતલ મળે તેવી મુખ્યમંત્રીને માંગ કરી છે