રાજપીપલા ધુમ્મસ નગરી બની

રાજપીપલા ધુમ્મસ નગરી બની
Spread the love

રાજપીપલા ધુમ્મસ નગરી બની

ચારે બાજુ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ
ગાઢ ધુમ્મસથી જનજીવન પર મોટી અસર

રાજપીપલા, તા 7

નર્મદા જિલ્લામા છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. કમોસમી વરસાદ, માવઠુ, ધુમ્મસ અને ઠંડીનો ચમકારો..આ બધા પલટાયેલા વાતાવરણના કારણે એક તરફ ખેતીના પાકને ઘણું નુકસાન પણ થયું છે. વરસાદ અને માવઠાને કારણે ઠંડીનો ચમકારો થવાથી લોકો બીમાર પણ પડી રહ્યા છે.

હાલ નર્મદાના વડામથક રાજપીપળા માં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે ધુમ્મસ એટલું પ્રગાઢ છે રાજપીપળા નગરી જાણે બસ ની નગરી બની ગઈ હોય એવું લાગે છે. વહેલી સવારમાં રાજપીપળામાં ચારેબાજુ બસ ની ચાદર છવાઇ ગઇ છે આ ધુમ્મસ એટલું ગાઢ છે કે ધુમ્મ્સ માંથી પસાર થતી વ્યક્તિ તે કોઈ વાહન જોઈ કે ઓળખી પણ શકાતું નથી ખાસ કરીને વહેલી સવારે આવતી અને જતી એસટી બસોની બસમાંથી વાહન હંકારવું ભારે મુશ્કેલ થઈ પડ્યું હતું. દરેક વ્યક્તિને ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી આજે વહેલી સવારે ધુમ્મસ નીકળતા ચારે તરફ ધુમાડો નીકળતો હોય એવું દ્રશ્ય સર્જાયુહતું.ચારે તરફ ફેલાયેલા ધુમ્મસને લીધે
સામેનું કશુજ દેખાતુ નહોતું.તેને લઈને નેશનલ હાઇવે ઉપરાંત અંકલેશ્વર – રાજપીપળા વચ્ચેના ધોરીમાર્ગ પર આવતા જતાવાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.ગાઢ ધુમ્મસને લઈને છેક નજીક આવે તોજ સામેનું દેખાતું હોવાથી વાહન ચાલકો
ગુંચવાયા હતા. ધુમ્મસને કારણે રોડ પર આવતા જતા વાહનો ટકરાવાની દહેશત પણ રહેલી છે.આજે વહેલી સવારે નીકળેલ ધુમ્મસની અસર છેક દસ વાગ્યા સુધી રહી હતી.કમોસમી વરસાદ બાદ આજે વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું. જોકે મોડેથી ધુમ્મસની અસર નહિવત બનતા લોકો પોતાના રોજિંદા કામો તરફ વળ્યા હતા. ધુમ્મસના કારણે ખેતીના અમુક પાકને ફાયદો જ્યારે અમુકને થોડાઘણા અંશે નુકશાન થતુ હોવાની વાત ખેડૂતઆલમ માંથી જાણવા મળી હતી.. આમ વહેલી સવારે નીકળેલા ગાઢ ધુમ્મસની જનજીવન પર મોટી અસર જોવા મળી હતી

રિપોર્ટ: દીપક જગતાપ રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!