તિલકવાડામા હોમગાર્ડ સ્થાપન દિવસ ઉજવાયો

તિલકવાડામા હોમગાર્ડ સ્થાપન દિવસ ઉજવાયો
હોમગાર્ડ યુનિટ ના જવાનોએ શાળાના બાળકો એ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યું.
6 ડિસેંબર હોમગાર્ડ સ્થાપના દિવસે નર્મદાના તિલકવાડામા હોમગાર્ડ સ્થાપન દિવસ ઉજવાયો હતો.જેમાં હોમગાર્ડ યુનિટના જવાનોએ શાળાના બાળકો એ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યુંહતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે હોમગાર્ડ યુનિટ વિભાગ ને લોકોની સેવા માટે સ્થાપના કરવામાં આવી હતી.અને આ દિવસને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમા હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી કરતા તિલકવાડા નગરના હોમગાર્ડ યુનિટના જવાનોએ પણ શાળા ના બાળકોને ચોકલેટ બિસ્કિટ નું વિતરણ કરી અનોખી રીતે વિશ્વ હોમગાર્ડ દિવસ ની ઉજવણી કરવામાં આવી
6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ગુજરાત સહિત નર્મદા જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવીહતી.અલગ અલગ વિસ્તારોમાં હોમગાર્ડ ના જવાનો એ આરોગ્ય કેન્દ્ર માં એડમિટ દર્દીઓને ફ્રુટ બિસ્કિટ નું વિતરણ કરી તેમજ શાળા ના બાળકોને ચોકલેટ બિસ્કિટ નોટબુક પેન્સિલ વિગેરે નું વિતરણ કરી વિવિધ વિસ્તારો માં વૃક્ષારોપણ કરી હોમગાર્ડ સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તિલકવાડા નગર ના હોમગાર્ડ યુનિટ ના ઓફિસર કામાંડર સુરેશભાઈ પ્રજાપતિ,વિનોદભાઈ બારીયા, પરેશભાઈ માછી સહિત અન્ય જવાનોએ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બાળકો ને નોટબુક બોલપેન બિસ્કિટ ચોકલેટ વિગેરે નું વિતરણ કરી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ની અનોખી ઉજવણી કરી હતી
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા