માંડવી મધ્યે માનવતા ગ્રૂપ દ્વારા સ્વરોજગારલક્ષી તાલીમો નો પ્રારંભ

માંડવી મધ્યે માનવતા ગ્રૂપ દ્વારા સ્વરોજગારલક્ષી તાલીમો નો પ્રારંભ.
ગાંધીધામ: માંડવીના ગોકુલ વાસ, શીતલ નગર મઘ્યે બહેનોને સ્વરોજગારલક્ષી તાલીમો નો પ્રારંભ માનવતા ગ્રૂપ આદિપુર દ્વારા જુદા જુદા મહાનુભાવો સર્વે શ્રી માંડવી મહેશ્વરી સમાજ ના પ્રમુખ દીપકભાઈ ફૂફલ, મહામંત્રી દિનેશ ભાઈ મુછડીયા , ખજાનચી બીપીન ભાઈ થારું , ખીમજીભાઇ અંબચુંગ , દિનેશભાઈ અબચુંગ, વાલજીભાઈ કટુવા, દેવલબેન ધેડા , પરેશભાઈ નંજર, મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના ગૃહપતિ ખેતસીભાઈ મહેશ્વરી, સામાજિક અગ્રણીઓ બાબુલાલ ભાઈ પારીયા, ચાંપસીભાઇ લાંબા તેમજ અન્ય અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય દ્વારા આરંભ કર્યો હતો.
ઉપસ્થિત અતિથિઓએ ગ્રૂપ દ્વારા સમગ્ર કચ્છમાં વર્ષોથી બહેનો સ્વરોજગારલક્ષી તાલીમો મેળવી સ્વ નિર્ભર બની આગળ વધે તે માટે કરી રહેલા સેવા કાર્યને બિરદાવ્યું હતું સાથે સાથે આવા માનવતાવાદી કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી .
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ છેલ્લા ૧૭ વર્ષથી માનવતા ગ્રૂપ દ્વારા વિવિધ પ્રકારની માનવતાવાદી પ્રવુતિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો અને આવા તાલીમ કેન્દ્રોમાં વધુમાં વધુ બહેનો જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. સાથે સાથે માંડવી તાલુકાનાં રાયણ ગામના કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામા આવ્યું હતું. કેન્દ્રના પ્રશિક્ષકો દક્ષાબેન કટુવા , ભક્તિ બેન નાથબાવા તેમજ સુનયના ચંદારિયાએ તાલીમ અંગે માહિગાર કર્યા હતા.
આયોજન વૈશાલી જંજક, કલ્પના વિજોડા , કાજલ ચંદરિયા, રંજના નાથબાવા, જીજ્ઞા મહેશ્વરી, રંજના કેનિયા , આશ્માં જુણેજા એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.