નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત

નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત
રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટ દ્વારા નર્મદા કલેકટરને આવેદન આપ્યું
દેશભર મા આજે એકી સાથે એકજ સમયે આવેદન અપાયા
રાજપીપલા, તા.7
રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છગનભાઇ વણકરની આગેવાનીમા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યુંહતું. જેમાં
નિવૃત કર્મચારીઓના 18જેટલાં પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી
આ પ્રસંગે પ્રમુખ છગનભાઇ વણકર તથા ઉપપ્રમુખ કલ્પિત ભાઈ પાટીલ, મહામંત્રી નવલભાઇ વસાવા, સહમંત્રી સુખાભાઈ બારીયા, ખજાનચી ફતેસિંહ ભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય દીપકભાઈ જગતાપ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી આવેદન આપી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા રજૂઆત કરી હતી.
મુખ્ય મંત્રીને ઉદ્દેશીને લખાયેલા
આવેદનમા જણાવ્યું હતું કે
ગુજરાત રાજ્ય પેન્સનર સંકલન સમિતિના ઠરાવથી
ગુજરાત સ્ટેટ પેન્સનર ફેડરેશનના આદેશ અનુસાર નિવૃતકર્મચારીઓના ઘણા વખતથી પડતર પ્રશ્નો છે તેનો વહેલી તકેનિકાલ લાવવા અમારા પ્રશ્નોનો સત્વરે ન્યાયી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી જેમાં
૧. ડી.એ.ના હપ્તા તા. ૦૧-૦૧-૨૦, ૦૧-૦૭-૨૦ અને ૦૧-૦૧-૨૧ થી ફીઝ છે તે છૂટા કરો.,૨. મેડીકલ ભથ્થુ રૂ.૩૦૦/-ના સ્થાને કેન્દ્રના ધોરણેરૂ.૧,૦૦૦/- આપો.,
૩. સાતમા પગાર પંચના સચિવોની સમિતિના ફાઈનલ રિપોર્ટમુજબ ૩% આસપાસ વધારાનું પેન્શન ચૂકવવા માગણી છે.તેમજ ૪. કોમ્યુટેડ (રીસ્ટોરેશન) પેન્શન ૧૫ વર્ષના સ્થાને ૧૨ વર્ષની
ગણતરીથી લેવું.
૫. નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ૬, ૮૦ વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલા છે તેમાં પરિવર્તન કરી
૬૫ વર્ષથી લાગુ કરવા ઉપરાંત
7) પેન્શનરોને ઈન્કમટેક્ષમાં મુકિત આપો.,૮. માતા પિતાની સેવા અને અન્ય કારણોસર મજબૂર થયેલકુંવારી, અપરણિત દિકરી, વિધવા ત્યકતા દિકરીઓ તથા
વિધુરને પેન્શન આજીવન આપવાની માંગ કરી છે. ઉપરાંત ૯. વન રેક, વન પેન્શન સ્કીમ મુજબ વ્યવસ્થા ગોઠવવા માગણી
છે.૧૦. કોરોનાના દવાના બિલો રીએમ્બેસમેન્ટમાં સરકાર માંજુર કરે.૧૧. જિલ્લા મથકે પેન્શન મંડળોને જિલ્લા કાર્યાલય માટે નિઃશુલ્ક
સરકારી મકાન ફાળવો,૧૨. ૧૭ મી ડીસેમ્બર સરકાર “પેન્શનર ડે જાહેર કરી સરકારી રાહેઆયોજન કરો.
૧૩. નિવૃત્તિ દરમિયાન એક વધારાનું પેન્શન પિલગ્રીમ ટૂર તરીકેઆપવાની માગણી છે.
૧૪. પેંશ્નનરોના પ્રશ્ન અંગે જીલ્લાવાર દર છ માસે પેંશન અદાલતોયોજી સ્થળ પર પ્રશ્નોના નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તથા
૧૫. નિવૃત કર્મચારીઓને સિનિયર સીટીજનો માફક બેંક,દવાખાનાઓ, સરકારી કચેરીઓ અને પોતે જે કચેરીઓમાંમુલાકાત સમયે અગ્રતાક્રમ આપો.
૧૬. જેતે કર્મચારીઓ જ્યાંથી નિવૃત થયા હોય તે કચેરીમાં પોતાનામૂંઝવતા પ્રશ્નોના કામે જાયતો તેમના માટે અગ્રતાક્રમ આપીસહાનુભૂતિ પૂર્વક સાંભળી મદદરૂપ થાય તેવી વ્યવસ્થા પૂરી
પાડવી તથા ૧૦. નોકરી દરમીયાન કેટલાક કર્મચારીઓ પર કોર્ટ કેશ થયેલ હોય
અને નિવૃતિ બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હોય, તો
તેવા કર્મચારીઓને નોકરીના પિરિયડ દરમ્યાનના મળવા પાત્રપગાર અને અન્ય હક્કોના નાણાં વહેલી તકે ચૂકવાઈ તેવો હુકમકરો. (કેટલાક દેશમાં કર્મચારી નિર્દોષ થવા છતાં સાત સાત વર્ષ
પછી પણ અને તેમની ઉમર ૮૦ વર્ષ થી વધુ થઈ જવા છતાંતેનો યોગ્ય નિકાલ થતો નથી ખાસ કરીને પ્રાથમિક શિક્ષકોમાં)૧૮. નિવૃતિ કર્મચારી અવસાન પામે ત્યારે તેમની ફેમિલીને ફુટુંબ
પેન્શાન લેવા માટે નામ, અટક, આધાર કાર્ડ વિગેરેમાં
વિસંગતતા આવતી હોય ત્યારે પેંશન મેળવવામાં ઘણી જ
મુશ્કેલીઓ પડતી હોય છે તો આવા શોકગ્રસ્ત કુટુંબોની સાચીઓળખ મેળવીને વહેલી તકે જીવનનિર્વાહ માટે નાણાં મળે તેવીસરળ પ્રક્રિયા બનાવવા રજૂઆત કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજય સરકાર માં વારંવાર પેંશનના પડતર પ્રશ્નો અન્વયે રજુઆતો કરવા છતાં કોઈ હકારત્મક નિણર્ય ન આવતાં તા.૨૭-૧૦ ના રોજ
મળેલ ઓલ ઈન્ડીયા ટેટ પેન્શનર્સ ફેડરેશનની નવી દિલ્હી ખાતે એસએસ દુબેની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારીણીની મિટીંગમાં નકકી થયામુજબ રાજયોમાં પ્રવર્તતી સમસ્યાઓ અને પેંશનરોની ઘણા લાંબા સમયની
પડતર માંગણીઓ પુરી કરવા સરકારનું ધ્યાન દોરવા માટે તા.૭-૧૨-21
મંગળવારના દિવસે આખા દેશમાં એકીસાથે દરેક જીલ્લા મથકે મૌન ધરણાનો કાર્યક્રમ યોજવાના કરેલ ઠરાવ અન્વયે
ગુજરાત ના તમામ જીલ્લા મથકે કાર્યક્રમને સફળ બનાવવા
રાજય પેન્શનર સંકલન સમિતિના મહામંત્રી આર એ પટેલે આહવાન કર્યું હતું.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા