સુરતનાં રાંદેર વિસ્તાર માં એક જ પરિવારનાં પાંચ સભ્યોને કોરોનાં પોઝિટિવ આવતાં તે વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઈન કરાયો

સુરત શહેરમાં પ્રતિદિન નોંધાતાં પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં રવિવારે આંશિક વધારો નોંધાયો હતો.શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા હતા. જેમાં રાંદેર ઝોનમાં એક જ પરિવારના 5 સભ્યો પોઝીટીવ આવ્યા હતા. જેથી તે સોસાયટીને મનપાએ ક્લસ્ટર જાહેર કરી હતી.સુરતમાં 6ડીસેમ્બરને સોમવાર નાં રોજ સુરતમાં કોરોનાનાં વધુ 8 કેસ નોંધાયા હતા. જેમાં અડાજણ વિસ્તારમાં આવેલી સાંઈ લીલા રો-હાઉસ સોસાયટીમાં એક જ પરિવારના 5 સદસ્યો કોરોનાથી સંક્મીત થયા છે. જેથી આ સોસાયટીને ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. કોન્ટ્રેક ટ્રેસિંગમાં મનપા દ્વારા ટેસ્ટીંગ કરાયું હતું. તે ઉપરાંત અઠવા ઝોનમાં વધુ 3 કેસ નોંધાયા હતા. અને તે સાથે જ શહેરમાં કુલ કેસોનો આંક 1.11,856 પર પહોંચ્યો હતો. તેમજ વધુ પાંચ દર્દીઓ સાજા થયા હતા અને આજદિન સુધીમાં 1,10,205 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અને રીકવરી રેત 98.25 ટકા પર પહોંચ્યો છે.વધુમાં શહેરમાં દેશ બહારથી આવનારા લોકોને મનપા દ્વારા કવોરનટાઇન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં વિદેશથી કુલ 87 મુસાફરો આવ્યા હતા. જે પૈકી 7 લોકો હાઈ રીક્સ દેશમાંથી મુસાફરી કરીને આવ્યા હતા. હાલ તમામનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. મનપા દ્વારા તમામના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા છે. અને તમામને 7 દિવસ સુધી કવોરનટાઇન કરવામાં આવ્યા છે. 7 દિવસ અગાઉ વિદેશથી આવેલા તમામનો કવોરનટાઇન પીરીયડ સોમવારે પૂર્ણ થાય છે. તેવા તમામ 41 મુસાફરોના મનપાં દ્વારાફરીવારઆરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે.
રિપોર્ટ : સુનિલ ગાંજાવાલા
સુરત