જામનગર : રણજીતસાગર ડેમ નજીક ટ્રક-કાર વચ્ચેની ટક્કરમાં બાઈક ચાલક ઘવાયો
જામનગરની ભાગોળે આવેલ રણજીત સાગર રોડ પરના પુલિયા પાસે ટ્રકને ઓવરટેક કરવા જતા એક ટ્રક કાર સાથે અથડાઈ જતા કાર ચાલકને ઈજા પહોચો હોવાની પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નાશી ગયેલ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર નજીક રણજીત સાગર રોડ પર આવેલ પુલિયા પાસે ગઈ કાલે પુર ઝડપે પસાર થતો જીજે 06 વીવી 6798 નંબરનો ટ્રક આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા માટે આગળ વધ્યો હતો. જો કે ટ્રકને ઓવરટેક નહિ થતા આ ટ્રક એક કાર સાથે અથડાઈ ગયો હતો. જીજે 11 એએસ 9933 નંબરની કારને ટ્રકે ઠોકર મારતા કાર ચાલક શીવરાજસિંહ જગદીશસિંહ વાળા રહે-સાતવડી ગામ તા-ઉપલેટા જી.-રાજકોટ વાળાને શરીરે માથામા કપાળ ના ભાગે તથા જમણા ખંભામા ફેકચર કરી તથા જમણા ખંભા થી નીચે તથા જમણા કાનના ભાગે ઈજાઓ પહોચી હતી. પોલીસે આ બનાવ અંગે ટ્રક ચાલક સામે આઈપીસી કલમ 279,337,338, તથા એમ.વી એકટ 177,184 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.