ખેડબ્રહ્મા: રેલવે સ્ટેશન પર ઓનલાઇન બુકિંગ માટે નું સર્વર ડાઉન

ખેડબ્રહ્મા: રેલવે સ્ટેશન પર ઓનલાઇન બુકિંગ માટે નું સર્વર ડાઉન.
ખેડબ્રહ્મા ખાતે રેલ્વે સ્ટેશન ટિકિટબારી ઉપર ખેડબ્રહ્મા તાલુકાની જનતા અવારનવાર ઓનલાઇન ટિકિટ બુક કરાવવા માટે જાય છે
પરંતુ છેલ્લા બે દિવસથી બી.એસ.એન.એલ નું સર્વર ડાઉન હોય ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાતી નથી
જેથી કરીને રેલ્વે મુસાફરી કરનારા યાત્રિકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રેલવે વિભાગની ઉદાસીનતાને કારણે રેલવે ટીકીટ બારી ઉપરથી ફક્ત એક જ જવાબ મળે છે સર્વર ડાઉન…….
સૌથી મોટું નેટવર્ક ધરાવતી બીએસ.એન.એલ.કંપની નું નેટવર્ક કયા કારણોસર બંધ છે
લોકોમાં ચર્ચા તો વેધક પ્રશ્ન ?
શું આ માટે બીએસએનએલ વિભાગ કોઈ પગલાં લેશે ખરું?
એક બાજુ ઓનલાઇન ટિકિટ બુક કરાવવા માટે ની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે
અને બીજી બાજુ મુસાફરો ટિકિટબારી ઉપર થી online ટિકિટ બુક ન થતાં મુસાફરોને પરત ફરવું પડે છે
આ બાબતે બીએસએનએલ વિભાગ અને રેલવે વિભાગ તાબડતોબ મુસાફરોની અપેક્ષાઓ દૂર કરે તેવી લોકોની માંગ છે
ટીવી રિપોર્ટર ધીરુભાઈ ખેડબ્રહ્મા દ્વારા જન હિતમાં જારી.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા