107 ગ્રામ સોનાના ઘરેણાં નું ભક્તે અંબાજી મંદિર મા ભેટ આપી

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી શક્તિપીઠ કોટેશ્વર નદીને કિનારે વસેલું છે અંબાજી ખાતે આજરોજ સુરત જિલ્લાના માઈ ભક્ત દ્વારા સોનાના ધરેણા દાન આપવામાં આવ્યા હતા જેમાં હાર બુટ્ટી સહિતના વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. દાતા એ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી.
ગુજરાતના મોખરાના અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સુરત જિલ્લાના માઇ ભક્ત દ્વારા ગુરુવારે સવારે અંબાજી મંદિર ખાતે આવીને અંબાજી મંદિરની ટેમ્પલ ઓફિસમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીશ ગઢવીને 4 લાખ 28 હજારની કિંમતના ભેટ ધર્યા હતા. અંબાજી મંદિર ખાતે વિવિધ માઇભકતો માતાજીને સોનાના ઘરેણાંનું દાન આપે છે