ખેડબ્રહ્મા:આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કર્યો

ખેડબ્રહ્મા:આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કર્યો.
આજ રોજ તા. 8- 12- 2021ના રોજ ખેડબ્રહ્મા તાલુકાની ભારતીય જનતા પાર્ટીની કારોબારી ની મીટીંગ જુના માર્કેટ યાર્ડના હોલમાં મળી હતી.
તેમાં મોટા બાવળના આમ આદમી પાર્ટીના ઉમેદવાર લુકેશભાઈ રામસાભાઈ આમ આદમી પાર્ટી માં થી ચૂંટણી લડ્યા હતા.
તે ઉમેદવાર તેમના ટેકેદારો સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ કરી ભાજપ નો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા
તેમને ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ સુરેશભાઈએ અને હોદ્દેદારોએ તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા મથકે આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે મિટિંગનો દોર શરૂ થઈ રહ્યો છે તેવું ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલે ટેલિફોનિક કોન્ટેક્ટ દ્વારા જણાવ્યું હતું.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા