તરસાલી ખાતે દિવ્યાંગ ભાઈ બહેન અને વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું

અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા તારીખ ૪/૧૨/૨૧ ના રોજ તરસાલી ખાતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ, લાયન્સ કલબ ઓફ બરોડા કલાનગરી તેમજ અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ૫૦ થી વધુ દિવ્યાંગ ભાઈ બહેન અને વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,ઉલ્લેખનીય છેકે હાલ માજ ૩ ડિસેમ્બર ના રોજ વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ સપ્તાહ તેઓસાથે ઉજવણી કરવામાં આવી હતી, આ સેવાકીય પ્રવુતિ માં લાયન્સ કલબ ઓફ બરોડા કલાનગરીના પ્રમુખશ્રી અંજના બેન પટેલ દ્વારા અનાજ ની કિટો આપવામાં આવી હતી,અને ટ્રાફિક જન જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ પ્રસંગે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ના મહિલા જિલ્લા પ્રમુખશ્રી દિપાલી શાહ,જિલ્લા પ્રમુખશ્રી નિલેશ વસઇકર,વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી મેહુલ રાઠોડ,સચિવ શ્રી મીના વાઘેલા, લાયન્સ કલબ ઓફ બરોડા કલાનગરીના પ્રમુખશ્રી અંજના બેન પટેલ,અભિલાષા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી મીના બેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુસ