દેશના પહેલા આર્મી ચીફ CDS જનરલ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ નિધન…!

દેશના પ્રથમ CDS ચીફ બીપીન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત હેલિકોપ્ટરમાં સવાર ૧૩ લોકોના દુર્ઘટનામાં નિધન…!
તમિલનાડુના નીલગીરી જિલ્લામાં આવેલા કુન્નુરમાં બુધવારે મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બીપીન રાવત, તેમના પત્ની મધુલિકા અને સેનાના અન્ય લોકો સવાર હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા, જ્યાંથી રિટર્ન આવતા અધવચ્ચે ગાઢ જંગલમાં હેલિકોપ્ટર અચાનક ક્રેશ થતા મોટી દર્દનાક દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં CDS જનરલ બીપીન રાવતનું નિધન થયું હતું, સાથે તેમના પત્ની મધુલિકા સહિત હેલિકોપ્ટરમાં સવાર એમ કુલ ૧૩ લોકોના નિધન થયા હતા તેવું ભારતીય સેનાએ સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ભયંકર દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમય…!
રિપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા