હળવદ નગરપાલિકાએ અંતે કોન્ટ્રાક્ટરે ચાઉ કરેલી 5 લાખ ની રકમ પરત લીધી

હળવદ નગરપાલિકાએ અંતે કોન્ટ્રાક્ટરે ચાઉ કરેલી 5 લાખ ની રકમ પરત લીધી
Spread the love

હળવદ નગરપાલિકાએ અંતે કોન્ટ્રાક્ટરે ચાઉ કરેલી 5 લાખ ની રકમ પરત લીધી

હળવદ નગરપાલિકાના બાબુઓએ માનીતા કોન્ટ્રાક્ટરને પ્રતિ કલાકે 200 રૂપિયા જેટલા વધુ ચુકવણી તેમજ 120 કલાકની 353 જેટલી બતાવીને કૌભાંડ કરતાં નગરપાલિકા ચીફ ઓફિસરના ધ્યાનમાં આવતા લાલઆંખ કરી હતી અને કૌભાંડમાં સામેલ સેનિટેશન ઇન્સપેક્ટર,નાયબ હિશાબનીશ અને બાંધકામ ઈજનેરને ફટકારી નોટિસ જવાબ માગ્યો હતો જ્યારે કોન્ટ્રાક્ટરને દિવસ 7 રકમ પરત ચુકવણી કરવા અથવા કાયદાકીય રીતે પગલા લેવાનુ અલ્ટીમેટમ આપ્યાં બાદ આજે કોન્ટ્રાક્ટરે 5,59727 હજારનો ચેક રીટર્ન કરી ઉચાપત કરેલી રકમ પરત કર્યો હતો.

હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ નોટિસ ફટકાર્યા બાદ બુધવારે કોન્ટ્રાક્ટરે ગણેશભાઈ રાઠોડ એ ચેક આપી સરકારી નાણા પરત કર્યા હતા જેમાં થોડા દિવસ પહેલા નગરપાલિકા હસ્તકના જેસીબી દ્વારા કામ કરવામાં આવ્યું હતું અને તા 25/9ના રોજ 3 જેસીબીનો વધારો કરવાની સુચના આપવામાં આવી હતી અને કામ કરાવેલ પરંતુ રજુ થયેલ બીલમાં 5 જેસીબીનો ઉલ્લેખ કરેલ છે અને બિલનું પૂરું પેમેન્ટ કરવામાં આવેલુ હતું જે ખરેખર ચુકવવા પાત્ર થતું નહોતું જેસીબી કામના ભાવો મંજુર થયેલ 645 હતા જેની સામે રજુ કરેલ ભાવો 845 હતા જેથી બીલની સંપૂર્ણ હકીકત મુજબ નોટીસ આપ્યાના 7 દિવસમાં સંપૂર્ણ રકમ પરત કરવા અલ્ટીમેટમ આપ્યું હતું જેમાં આજે કોન્ટ્રાક્ટર ગણેશભાઈ રાઠોડે બેંક ઓફ બરોડાના ચેક આપ્યો હતો અને રકમ 5,59,727 પરત કર્યા હતા જ્યારે બિલ ચુકવણી સમયે ક્ષતિ જણાય આવતા સેનિટેશન ઇન્સપેક્ટર,નાયબ હિશાબનીશ અને બાંધકામ ઈજનેરને ફટકારી નોટિસ જવાબ માગ્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!