પંચાયતનો પાવર પામવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ઉમેદવારો

ધીરે ધીરે ચૂંટણી એ રંગ જામ્યો.
પંચાયતનો પાવર પામવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ઉમેદવારો.
સુઈગામ તાલુકાની 19 ગ્રામ પંચાયતો માં સરપંચ બનવા માટે 64 ઉમેદવારો માં ચૂંટણી નો રંગ જામ્યો છે, દરેક ઉમેદવાર ગ્રામ પંચાયત ના મોભી બનવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગામે-ગામે પોતાની ગ્રામ-પંચાયત નો પાવર પામવા માટેના ઉમળકા ને લઈને તાલુકામાં ગ્રામ-પંચાયતોની ચૂંટણીના ખેલાઈ રહેલા જંગમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં સુઈગામ તાલુકામાં સરપંચ બનવાના થનગનાટ સાથે ઉમેદવારો ચૂંટણી નો જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જાણે આ શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં ખરેખરનો ચૂંટણી નો રંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રિપોર્ટ – જીતેન્દ્રસિંહ ઝાલા સુઈગામ બનાસકાંઠા.