અંબાજી પોલીસ ઊંઘમા, અંગ્રેજી દારૂ ભરેલી ગાડી નો અક્સ્માત થતા, દારૂબંધીના લીરા ઉડ્યા

અંબાજી પોલીસ ઊંઘમા, અંગ્રેજી દારૂ ભરેલી ગાડી નો અક્સ્માત થતા, દારૂબંધીના લીરા ઉડ્યા
Spread the love

શકિતપીઠ અંબાજી ખાતે ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી ગુજરાત મા આવેલું હોવા છતાં અહી બારોમાસ અંગ્રેજી દારૂ મળી રહે છે અને આજે પાંસા નજીક થયેલા અકસ્માતે અંબાજી પોલીસની પોલ ખોલી નાખી હતી. જીલ્લા પોલીસ વડા અને ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
અંબાજી શક્તિપીઠહોવા છતાં અહી અંગ્રેજી દારૂ, માંસ સહીત ની વસ્તુઓ આસાનીથી મળી રહે છે. જાંબુડી અને છાપરી પોલીસ ચોકી માત્ર નામ પૂરતી જૉવા મળે છે. આ ચોકી પરથી હજુ પણ લાઈનો વાળી ગાડીઓ ચાલી રહી છે. આશુની લાઈનો પણ ચાલી રહી છે તેવી ચર્ચાએ જોર પકડયું છે. આજે પાનસા ગામ નજીક સાંજે 8 વાગે આસપાસ સ્વીફ્ટ કાર નો રીક્ષા સાથે અક્સ્માત થતા જાહેર માર્ગ પર દારૂ દારૂ ઢોળાઇ ગયો હતો. લોકો દારૂ લેવા પડાપડી કરી હતી.

@@ કારમા બે નંબર પ્લેટ જૉવા મળી @@

આજે થયેલા અકસ્માતે અંબાજી પોલીસની પોલ ખોલી નાખી હતી અને આ કાર મા બે નંબર પ્લેટ જોવા મળી હતી. ચાલતી ચર્ચા મુજબ આ ગાડી લાઈન વાળી ગાડી હતી અને આખી ગાડી દારૂ થી ભરેલી હતી તો આટલો દારૂ આવ્યો ક્યાંથી? પોલીસ ને ગરીબ માણસો અને માસ્ક વગરના લોકો દેખાય છે પણ આવી દારૂ ભરેલી ગાડીઓ દેખાતી નથી!

@@અમુક લોકો દારૂનોસપ્લાય કરી રહ્યા છે ?@@

આજે થયેલા અકસ્માતે પોલીસ અને દારૂ ડિલિવરી કરતા લોકોની પોલ ખોલી નાખી હતી અને હાલમાં અંબાજી ખાતે આવા તત્વો સક્રિય થઈ ગયા છે અને સ્કૂટર અને કારમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે. કાર મા ઘાયલ થયેલા લોકો હૉસ્પિટલ પહોચ્યા નથી તો ગયા ક્યાં?

IMG-20211213-WA0070-0.jpg IMG-20211213-WA0060-1.jpg IMG-20211213-WA0055-2.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!