પ્રોહી મુદામાલ રૂ . ૯૬૦૦૦ / – પકડી પાડતી શહેરા પોલીસ

પ્રોહી મુદામાલ રૂ . ૯૬૦૦૦ / – પકડી પાડતી શહેરા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ હાલમાં ગ્રામપંચાયતો ની ચુંટણી શાન્તીમય વાતાવરમાં પરીપુર્ણ થાય અને પ્રોહી બદી સદંતર નાબુદ કરવા આપેલ સુચનાઓ અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી.ખટાણા સાહેબ ગોધરા વિભાગ નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ શ્રી એન.આર. ચૌધરી પો.ઇન્સ . શહેરા પોલીસ સ્ટેશન નાઓનો ખાનગી રાહે અંગત બાતમીદારો થી બાતમી મળેલ કે રાત્રી ની રેઇડ દરમ્યાન મળી આવેલ મુદામાલમાં સંડોવાયેલ આરોપી પાદરડી ગોરાડા ગામનો રાજેશભાઇ ઉર્ફે પપ્પુ છેલાભાઇ પગી નાએ દારૂનો જથ્થો તેના જુના ઘર ની પાછળના ભાગે ખેતરમાં સંતાડી રાખેલ હોવાની બાતમી હકીકતે પો.સ.ઇ શ્રી ડી.એમ. મછાર તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જતા સદર ઇસમના જુના ઘરની પાછળના ભાગે આવેલ તુવર ના ખેતરમાં થી પ્લાસ્ટીકના કવાટરીયાની પેટીઓ નંગ ૨૦ બોટલો ન : ગ- ૯૬૦ કિ.રૂ. ૯૬૦૦૦ / નો મુદામાલ પકડી પાડી પકડાયેલ જેથી સદર દારૂનો જથ્થો સંતાડી રાખનાર તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ ઘોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.