રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ૫૦ હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ૫૦ હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ૫૦ હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે ગત તા.૪-૧૨-૨૦૨૧ સવારે ૯ વાગ્યા થી તા.૧૦-૧૨-૨૦૨૧ સાંજના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૫૦,૦૦૦ સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.૨૧,૦૦૦ નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે, તેમ જાહેર કરવામાં આવેલ જે અનુંસધાને ગત તા.૧૪/૧૨/૨૦૨૧ ના રોજ મેયરશ્રી ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા અને દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળાની ઉપસ્થિતિમાં કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવેલ જેના લક્કી ડ્રો માં શ્રી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયેલ તથા સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયેલ. ઉપરોકત લકકી ડ્રો અનુંસધાને ગઈકાલે વિજેતા લાભાર્થી શ્રી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટફોન (ઈલેવન એપલ) આપવામાં આવેલ સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે  નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.૨૧૦૦૦ નું રોકડ પુરુષ્કાર પણ આપવામાં આવેલ, લાભાર્થી મનુભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેઓ એરપોર્ટ પાસે ના અમરજીતનગર માં રહે છે. અને કપડાની ફેરીનો વ્યવસાય કરેલ છે, અને તમામ પદાધિકારીઓ એ મનુભાઈ ને શુભેચ્છા પાઠવી હતી અને તેમના વિસ્તારમાં વધુને વધું વેક્સીનેશન થાય તેવા પ્રયાસ અનુરોધ કરેલ, આ લક્કી ડ્રો યોજનામાં કુલ ૩૬૮૯૭ શહેરીજનોએ બીજા વેક્સીનનો ડોઝ લીધેલ અને તમામ આરોગ્ય કેન્દ્ર પૈકી નાનામવા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ૧૧૬૩૬ લોકોને વેક્સીન આપી અગ્રતા પ્રાપ્ત કરેલ,

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!