રાજકોટ માં સફાઈની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

રાજકોટ માં સફાઈની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા
Spread the love

રાજકોટ શહેર વોર્ડનં.૪માં ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, વોંકળા સફાઈની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને કામગીરીની સમીક્ષા કરે છે. આ અનુસંધાને કમિશનરશ્રીએ આજે વોર્ડનં.૪માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ ત્યાં બેસીને સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. મ્યુનિ. કમિશનરશ્રીએ આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી. વોર્ડનં.૪ ફેરણી દરમ્યાન જય જવાન જય કિશાન સોસાયટીમાં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદનો તત્કાલ નિકાલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આ ફરિયાદ નિકાલની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથોસાથ આ સોસાયટી પાસે મોબાઈલ વાન દ્વારા કોવીડ વેક્સીનની જે કામગીરી થઇ રહી હતી તેની સમીક્ષા પણ કરી હતી. આ વોર્ડમાં ડી-માર્ટ વાળા રોડ પર રાજ હાઈટ્સ સામે ચાલુ બાંધકામની એક સાઈટને કારણે જાહેર માર્ગ પર ગંદકી થતી હોઈ, મ્યુનિ. કમિશનરશ્રીએ તુર્ત જ દંડની કાર્યવાહી કરવા ટીપી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપી હતી. આ ઉપરાંત કમિશનરશ્રીએ વોર્ડમાં હાલ ચાલી રહેલી કોવીડ વેક્સીનેશન, ટેક્સ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી મહિનાઓમાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત અંગે ચર્ચા કરી હતી. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમાર, સિટી એન્જી.શ્રી વાય.કે.ગૌસ્વામી, ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી સાગઠીયા, આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા, પી.એ. (ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, આસી. કમિશનરશ્રી વાસંતીબેન પ્રજાપતિ, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, આસી. ટાઉન પ્લાનિંગશ્રી વી.વી.પટેલ અને વોર્ડનં.૨ના વોર્ડ ઓફિસરશ્રી હેમાદ્રીબા ઝાલા હાજર રહ્યા હતા.

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!