રાજપીપલા : જેતપુર ગામેં એક વૃધ્ધ મહિલાનું ખુન કરી નાસી ગયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

રાજપીપલા : જેતપુર ગામેં એક વૃધ્ધ મહિલાનું ખુન કરી નાસી ગયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા
રાજપીપલા પો.સ્ટે . વિસ્તારના જેતપુર ગામની સીમમાં એક વૃધ્ધ મહિલાનું ખુન કરી નાસી ગયેલ આરોપીને ઝડપી અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા
શ્રી એમ.એસ.ભરાડા , ઇચા.પોલીસ મહાનિરીક્ષક , વડોદરા વિભાગ , વડોદરા તથા શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓએ જીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે શ્રી રાજેશ પરમાર , ના.પો. અધિ . રાજપીપલા વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ શ્રી એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી નાઓ તથા એલ.સી.બી. ટીમનાએ રાજપીપલા પો.સ્ટે . એ – પાર્ટ નં . ૧૧૫૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનાના કામે વેરીસાલપુરા ગામની વૃધ્ધ મહિલા નામે મનુબેન લાલાભાઈ વસાવાનાની જેતપુર ગામની સીમમાં ઢોરો ચરાવવા ગયેલ . જે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે તેને લાકડીના માથામાં ફટકા મારી મારી નાખી ખુન કરેલ . જે સબબ રાજપીપલા પો.સ્ટે.માં તા .૧૨ / ૧૨ / ૨૦૨૧ ના રોજ ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન વેરીશાલપુરા ગામમાં તથા જેતપુરગામની સીમમાં તપાસ કરવામાં આવેલ . તેમજ ખાનગી બાતમીદારોથી તેમજ આજુબાજુના ખેતરનામાં કામ કરતા મજુરો તથા ગાયો ચરાવતા ગોવાળોની ઘનિષ્ઠ પુછપરછ કરતાં શકદાર હિમ્મતભાઇ જેઠાભાઇ વસાવા રહે . ખામર તા.નાંદોદ જી.નર્મદાનાએ કરેલ હોવાની બાતમી આધારે સદર આરોપીની યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે મરણજનાર સાથે ઝગડો થેયલ જે બાબતે તેણે લાકડી માથામાં ફટકા મારી મોત નિપજાવેલાની હકીકત જણાવી ગુનાની કબુલાત કરેલ . જેથી આ કામના આરોપી હિમ્મતભાઇ જેઠાભાઇ વસાવા રહે . ખામર તા.નાંદોદ જી.નર્મદાને ગુનાના કામે રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.