આપણે હજુ વધારે આગળ વિચારવાની જરૂર છે.

કેન્દ્રના લઘુમતી મંત્રાલય આયોજિત હુન્નર હાટે સુરતમા ધૂમ મચાવી હતી. સુરતમા રેકોડબ્રેક સુરતીઓ ઉમટી પડતા કરોડો રૂપિયાનો વેપાર થતા 30 રાજ્યોની પરંપરાગત અવનવી વિવિધ વાનગીઓ સુરતમા સુરતીઓએ મનભરીને પેટભરીને માણી.
સફળતાપૂર્વક આયોજન માટે કેન્દ્ર ના લઘુમતી મંત્રાલય રાજ્ય સરકાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ અભિનંદન
આપણા સુરતમા હુન્નર કલા કૌશલ્યની કઈ ખોટ નથી. સુરતની ગલી ગલી શેરીએ શેરીએ હુન્નર કલા કોશલય કારીગરી પથરાયેલી છે. ખાવા પીવાની બાબતમા સુરતની ખ્યાતિ રાજ્ય તો ઠીક દેશના પણ સીમાડા ઓળગી વિદેશના પણ અમુક દેશ સુધી ફેલાયેલી છે.
હુન્નર હાર્ટની જેમ માત્ર ને માત્ર સુરતની કલા કોશલય હુન્નર અને ખાવાપીવાની વાનગીઓને એક પ્લેટફોર્મ મળે તો સુરતમા રાજ્યભરમાથી ગુજરાતીઓ ઉમટી પડે. સુરતની કલા કા રીગરી અને ખાવાપીવાની વાનગીઓને એક નવી દિશા નવી ઓળખ મળી શકે એમ છે. સિંગ ચણા વેચનાર ભાઈ 4/5 કલાકમા હજારો રૂપિયાનો વેપાર કરી લે છે અરે ગલીના નાકે ઉભો રહેતો પાણીપુરી વેચતો છોકરો 4/5 કલાકમા હજારો પાણીપુરી વેચી ઘરભેગો થઈ જાય છે.
સુરતમા આખા દેશમાથી આવેલા વિવિધ રાજ્યોની પ્રજા પણ રહે છે તેમની પણ આમા મદદ લઇ શકાય. સુરતમા ઘારી પોંક ઊંધિયું ઉંબડીયું સગલા બગલા મીઠાઈ અને ખાસ કરીને દાઉદી વોહરા પરિવારોમા વધારે ખવાતુ કોરમુ સહિત સેંકડો આઇટમો એવી છે જેની કદાચ પુરી જાણકારી આપણે સુરતીઓને પણ નહીં હોય સ્થળસકોચને કારણે બધી વાનગીઓના નામ લખી શકાય એમ નથી. પણ આપણી બારાહાડી ફાલુદા લોચો ફાફડા સમોસા સહિની સેંકડો વાનગીઓ ને નવી ઓળખ નવી દિશા આપવાની ખાસ જરૂર છે આપણી સાડી ડ્રેસ મટિરિયલ હીરા સહિતની મોનોપોલી આઇટમોનો વ્યાપ વિસતારવાની ખાસ જરૂર છે. આપણી બધી વસ્તુઓ વાનગીઓ વેરાયટીઓ વિવિધતાઓને એક છત્ર નીચે લાવી આખા દેશમા ધૂમ મચાવવાની જરૂર છે.
આમા આપણે બધાને કંઈકને કઈક લાભ તો જરૂર મળશે
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત