રાજકોટ સહિત રાજયની ૮ મહાનગરપાલિકામાં ૩૧મી સુધી રાત્રિ કર્ફ્યુ

રાજકોટ સહિત રાજયની ૮ મહાનગરપાલિકામાં ૩૧મી સુધી રાત્રિ કર્ફ્યુ
રાજકોટ સહિત ૮ મહાનગરપાલિકામાં ૪ કલાકનો રાત્રી કર્ફ્યુ. આગામી ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ગત વર્ષ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં છેલ્લા પોણા બે વર્ષથી રાત્રી કર્ફ્યુ અમલમા છે. કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતા કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે. હાલ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગરપાલિકામાં રાત્રીનાં ૧ વાગ્યાથી સવારના પ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં છે. ગઈકાલે રાત્રી કર્ફ્યુની મૂદત પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા પૂન સમીક્ષા કર્યાબાદ રાજયની આઠેય મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યુ આગામી ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજયમા કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ અનેક જીલ્લાઓમાં ઓમિક્રોનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે રાજય સરકાર આગામી ૧લી જાન્યુઆરી બાદ પણ મહાનગરપાલિકા વિસ્તારોને રાત્રી કર્ફ્યુમાંથી છૂટછાટ આપે તેવી સંભાવના ખૂબજ નહીવત જણાય રહી છે. જો કેસમાં વધારો થશે તો બની શકે કે આગામી દિવસોમાં રાત્રી કર્ફ્યુ માં કલાકો વધારવા સહિતના કેટલાક નિયંત્રણો પણ આવી શકે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.