રાજકોટ ના મહાનગરપાલિકામાં પણ ૮ વર્ષ ભરતી પરીક્ષાઓ લીધાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે.

રાજકોટ ના મહાનગરપાલિકામાં પણ ૮ વર્ષ ભરતી પરીક્ષાઓ લીધાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે.
Spread the love

રાજકોટ ના મહાનગરપાલિકામાં પણ ૮ વર્ષ ભરતી પરીક્ષાઓ લીધાનું બહાર આવતા ચકચાર ફેલાઇ છે.

રાજકોટ ના મહાનગરપાલિકામાં ૮ વર્ષ ભરતી પરીક્ષાઓ લીધાનું બહાર આવતા કોર્પોરેશનમાં પણ ચકચાર ફેલાઇ છે. જવાબદારો અને વફાદારોએ જે તે વખતે ધ્યાન દોરવા છતાં આ એજન્સીની ભેદી પરીક્ષા પધ્ધતિ ચાલુ રહી હતી. હવે ફરી આજે કોંગ્રેસે આ જુના પ્રકરણ પરથી ધુળ ખંખેરી સત્ય વિગતો ૪૮ કલાકમાં આપવા કમિશનરને પત્ર લખ્યો છે. જે તે વખતે આ કંપનીએ ભરતી પરીક્ષા અને પરિણામો તૈયાર કરવાની કોઇ ફી ન લીધાની બાબત ચર્ચાસ્પદ બની હતી. એજન્સી દ્વારા PDF ના બદલે એકસેલમાં પરિણામ અપાતા હોવા સામે પણ વાંધા લેવાતા હતા. છતાં જનરલ બોર્ડ કે ITI માં કોઇ માહિતી અપાઇ ન હોય, રાજકોટમાં આ સમયમાં થયેલી ભરતીઓ ચર્ચામાં આવી ગઇ છે. મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે આજરોજ મ્યુનીસીપલ કમિશનરને પત્ર લખી મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલ ખાગની એજન્સી બાબતે વિવિધ મુદ્દાઓની માહિતી ૪૮ કલાકમાં આપવા અને ભરતી કૌભાંડમાં મહાનગરપાલિકાના ક્યા અધિકારીની સંડોવણી છે. તેની વિગતો આપવા અંગેની લેખિત રજૂઆત કરેલ છે. મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલ ખાનગી એજન્સીની વર્ષ-૨૦૧૧ થી ૨૦૧૯ સુધીની કામગીરીની માહિતી મંગાઇ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!