સુઇગામ તાલુકાની 19 ગ્રામ પંચાયતોની પ્રથમ તબક્કાની ચૂંટણીનું પરિણામ જાહેર

સુઇગામ તાલુકાની 19 ગ્રામ પંચાયતોની પ્રથમ તબક્કાની ચૂંટણીનું પરિણામ જાહેર
Spread the love

સુઇગામ તાલુકાની 19 ગ્રામ પંચાયતોની પ્રથમ તબક્કાની ચૂંટણીનું પરિણામ જાહેર.

સુઈગામ ની મામલતદાર ઓફીસ ખાતે ગામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્ય ઉમેદવારો વિજેતા જાહેર થતાં કહીં ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા.

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની યોજાયેલ પ્રથમ તબક્કાની ચૂંટણીની મત ગણતરી આજે હાથ ધરાતાં ચૂંટાયેલા નવોદિત સરપંચો અને સભ્યોને હારતોરા સાથે સ્વાગત કરાયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા,ત્યારે સુઈગામ તાલુકાની 19 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી સુઇગામ સેવા સદન ખાતે હાથ ધરાઇ હતી, ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોની મતગણતરી શરૂ કરતાની સાથે મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના મતદાતાઓ પોતાના ઉમેદવારને વિજય હાંસલ કરવા માટે સુઈગામ મામલતદાર ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે મત ગણતરીની શરૂઆત થતાની સાથે જ સુઈગામ ની મામલતદાર ઓફીસ આસપાસના તમામ રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી સુઈગામ તાલુકાની ભારે રસાકસી ભરી રડકાગામ પંચાયતની ચૂંટણીમાં પરભા બેન રામજીભાઈ પટેલ ભવ્ય વિજેતા થતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે નવાપુરામાં પીરા ભાઈ કરસન ભાઇ બાંભણીયા,ખડોલ સરપંચ તરીકે હિરજીભાઈ ચૌધરી, નેસડા સરપંચ તરીકે ગીતાબેન શંકરભાઇ રાજપૂત, લીંબુણી સરપંચ તરીકે અનુપસિંહ જાડેજા,ભટાસણા માં બબીબેન શ્રીરામભાઈ જોષી, સેડવ માં રમેશભાઇ વસરામભાઈ ચૌધરી,ચાળામાં તલસીબેન આશારામભાઇ વ્યાસ, ધનાણામાં અંતરબાઈ ધનજીભાઈ ચૌહાણ, કાણોઠીમાં ભીખીબેન રામાભાઈ ચૌધરી સરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા હતા, વિવિધ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરીણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો,જેને લઈ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા,તો હારેલા ઉમેદવારો પણ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવીને ગામમાં એક્તા જળવાઈ રહે તેવી પહેલ કરી સદભાવનાનો સંદેશ આપતા નજરે પડયા હતા, જ્યારે મત ગણતરી મોડા સુધી ચાલશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ આજે ચુંટણી પરીણામ જાહેર થતાં લોકોના ટોળેટોળા સુઈગામ મામલતદાર ઓફીસ ખાતે ઉમટી પડ્યા હતાં અને કોરોના ગાઈડ લાઈનના ખુલ્લેઆમ ઉલ્લંધન જોવા મળી હતું,

ધરેચાણા ગ્રામ પંચાયત માટે રિકાઉંટિંગ થયું.

ધરેચાણા ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં સરપંચ પદ માટે 15 મતોએ ઓખીબેન ભૂરાભાઈ પટેલને વિજેતા જાહેર કરાતાં હરીફ ઉમેદવાર ગીતાબેન શિવરામભાઇ ચૌધરીએ રિકાઉંટિંગ માંગતા ચૂંટણી અધિકારીએ ફરીથી મતગણતરી હાથ ધરી હતી,

નેસડા ગ્રામ પંચાયતમાં સૌથી વધુ મતોની લીડથી મહિલા ઉમેદવાર વિજેતા.

તાલુકાની નેસડા(ગો)ગામે ગ્રામજનોએ ગીતાબેન શંકરભાઇ રાજપૂતને સમરસ સરપંચ તરીકે સમર્થન કરેલ પરંતુ તેમની સામે ગામના અન્ય ઉમેદવારો એ સરપંચ તરીકે ઉમેદવારી ફોર્મ ભરેલ,જેની હાથ ધરાયેલ મતગણતરી માં ગીતાબેન શંકરભાઇ રાજપૂતને 818 મતો અને નજીકના હરીફ ગોવિંદરામ રાજારામ ગામોટને 262 મતો મળતાં 558 મતોની લીડથી વિજેતા જાહેર કરાયા હતા,જે તાલુકાની સૌથી મોટી લીડ છે,

રિપોર્ટ-:પી.આર.ગોહિલ
સુઈગામ-બનાસકાંઠા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!