હરિયાણા : ગુજરાતની સેબર વિમેન્સ ટીમે ફાયનલમા પહોચી ઇતીહાસ રચ્યો

હરિયાણા : ગુજરાતની સેબર વિમેન્સ ટીમે ફાયનલમા પહોચી ઇતીહાસ રચ્યો
Spread the love

હરિયાણા : ગુજરાતની સેબર વિમેન્સ ટીમે ફાયનલમા પહોચી ઇતીહાસ રચ્યો.

સોનીપત, હરીયાણા ખાતે આયોજીત ૨૯મી જુનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પીયનશીપમા ગુજરાતની સેબર વિમેન્સ ટીમે ફાયનલમા પહોચી ઇતીહાસ રચ્યો. અત્યાર સુધીની જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમા ગુજરાતની ટીમ પ્રથમવાર ફાયનલ રમી હતી. પ્રિયંકાકુમારી સોલંકી, રીતુ પ્રજાપતી, વંદિતા બારડ અને મૈત્રી ચાવડાએ બહેનોની સેબર ટીમ ઇવેન્ટમા પ્રિ ક્વાર્ટર ફાયનલમા આન્ધ્રપ્રદેશ સામે ૧૫-૧ થી જીત મેળવી હતી. જ્યારે ક્વાર્ટર ફાયનલમા મહારાષ્ટ્રને ૪૫-૨૫ થી હરાવ્યુ હતુ. જ્યારે સેમી ફાયનલમા ૨ ઇન્ટરનેશનલ ધરાવતી મણીપુરની ટીમને ૪૫-૪૨થી માત આપી હતી. જ્યારે ફાયનલમા ૩ ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમતી જમ્મુ કાશ્મીર સામે ૪૫-૨૯ થી પરાજય થતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સ્પર્ધામા ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યો હતો. જેમા બહેનોની સેબર ટીમે સિલ્વર મેડલ, ભાઇઓની સેબર અને ફોઇલ ટીભ ૯મા ક્રમે રહી હતી. જ્યારે વ્યક્તિગત ઇવેન્ટમા સેબર બહેનોમા પ્રિયંકાકુમારી સોલંકીએ ૬ ઠ્ઠા ક્રમે રહી તથા ભાઇઓમા વંશ ધ્રુવે ૭મી રેન્ક મેળવી જુનિયર ઇન્ટરનેશનલ માટે દાવેદારી મજબુત કરી છે. આ સિવાય ફોઇલ ભાઇઓમા અજયસિહ ચુડાસમાએ ૧રમો રેન્ક, ફોઇલ બહેનોમા શિતલ ચૌધરીએ ૧૩મો રેન્ક, સેબર બહેનોમા વંદિતા બારડે ૧૨મો રેન્ક અને રીતુ પ્રજાપતીએ ૧૪મો રેન્ક તથા મિતવા ચૌધરી એ ઇપી ઇવેન્ટમા ૧૪મો રેન્ક મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. ખેલાડીઓને તૈયાર કરવા ભરતજી ઠાકોરની મેન્ટરશીપ હેઠળ કોચીઝ રોશન થાપા, અનિલ કુમાર, દિપકસિઘ પટીયાલ, ગોકુલ, કિજલબેન ઠાકોર, સંદિપ શર્મા, હાર્દિકજી ઠાકોર, ભવાની પ્રસાદ, નાગા સુબ્રમણ્યમ, હિમ્મતજી ઠાકોર, શિલ્પા મોરે, હરીપ્યારી દેવી અને યગ્નેશ પટેલે સખત મહેનત કરી રહ્યા છે. વિજેતા ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મહામંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવ્યા છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!