અંબાજી – બાબા શ્યામ વાર્ષિક સંકીર્તન મહોત્સવ નિમિતે નિશાન નગર યાત્રા નીકળી….

અંબાજી – બાબા શ્યામ વાર્ષિક સંકીર્તન મહોત્સવ નિમિતે નિશાન નગર યાત્રા નીકળી….
નિશાન યાત્રા માં સેવા કૅમ્પો નું આયોજન….*વ
નિશાન યાત્રા શક્તિ દ્વાર થી નીકળી મૈત્રી અંબે સોસાયટી ખાતે પૂર્ણ થશે….
નિશાન યાત્રા માં મોટા પ્રમાણ માં બાબા ના ભક્તો જોડાયા….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ સાંજ ના સુમારે બાબા શ્યામ નો ત્રીજો વાર્ષિક સંકીર્તન નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કાર્યક્રમ પહેલા નિશાન યાત્રા નું આયોજન કરાયું છે.
જેમાં વહેલા સવારે ૯ વાગ્યે અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વારા ” શ્રી શક્તિ દ્વાર ” ખાતે થી બાબા શ્યામ ની નિશાના યાત્રા નો પ્રારંભ કરાયો હતો જે સમગ્ર અંબાજી નગર માં પરિભ્રમણ કરી છેલ્લે મૈત્રી અંબે સોસાયટી ખાતે યોજાનાર કાર્યક્રમ સ્થળે પૂર્ણ થશે. નિશાન નગરયાત્રા માં મોટા પ્રમાણ માં ડી.જે ના તાલે ઝૂમતા બાબા ના ભક્તો નિશાન સાથે જોવા મળ્યા હતા .નિશાન યાત્રા દરમિયાન ગામ માં વિવિધ સ્થળે સેવા કેમ્પ નું પણ આયોજન કરાયું હતું જેમાં પીવાં ના ઠંડા પાણી અને શરબત ની વ્યવસ્થા કરાઈ હતી.સમગ્ર અંબાજી વિસ્તાર માં બાબા શ્યામ ના જયકારા થી ગુંજી ઉઠ્યો હતો.
રિપોર્ટ : અમિત પટેલ. અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300