ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાની ગાંધીનગર બ્રાંચ દ્વારા સેમીનારનું આયોજન

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાની ગાંધીનગર બ્રાંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ICAIના પ્રેસીડન્ટ સીએ ચરણજોતસિંઘ નંદાની મુલાકાત તેમજ સેમીનારનું સફળ આયોજન
ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી દરેક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્એ સતત અપગ્રેડ રહેવું જાેઈએ : ICAI ના પ્રેસીડન્ટ સીએ ચરણજોતસિંઘ નં¬¬દા
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાની ગાંધીનગર બ્રાંચ દ્વારા ગાંધીનગર ખાતે ICAI ના પ્રેસીડન્ટ સીએ ચરણજોતસિંઘ નંદાની મુલાકાતના કાર્યક્રમનું તાજે¬તરમાં આયોજન કરવામાં આવેલ હતું.
બે સેશનમાં યોજાયેલ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યાર બાદ વિશ્વસનીય ૨૦૨૫-૨૬નું પ્રેઝન્ટેશન દર્શાવ્યા બાદ ઉપસ્થિત મહેમાનોનું ભારતીત સાંસ્કૃતિક પરંપરા મુજબ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ. સેમિનારના મુખ્ય મહેમાન ICAIના પ્રેસીડન્ટ સીએ ચરણજોતસિંઘ નંદાએ ઉપસ્થિત સભ્યોને પોતાની ૩ દાયકાથી વધારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્ની કેરીયર અને આ ક્ષેત્રની વિવિધ જવાબદારીઓ સ્વીકારીને મેળવેલ અનુભવનો નિચોડ રુપી માર્ગદર્શન આપતાં જણાવેલ કે દરેક સીએનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. તેમાંય ભારતીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્ને રોયલ્ટી આપવા દુનિયા આપણી પાછળ છે. તેઓએ વિવિધ ટેક્ષ કલેક્શન, જીએસટી કલેક્શન સહિત અનેક ક્ષેત્રે આવેલી આંકડાકીય ક્રાંતિ પાછળ આપણા સીએની મહેનતનું પરિણામ છે તેમ જણાવી અનેક વિધ ઉદાહરણો આપેલ. તેઓએ કહ્યું કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્ની કાર્ય પદ્ધતિ તેમજ પ્રોફેશનની કદર થવી જાેઈએ. ભારતમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્ પ્રીમીયમ પ્રોફેશનલમાં આવે છે. તેઓએ ઉપસ્થિત સૌને પરિવાર માટે પણ પૂરતો સમય આપવા હિમાયત કરી હતી અને સાથે સાથે પોતાની જાતને પ્રુવ કરવા માટે પણ સલાહ આપેલ.
સીએ ચરણજાેતસિંહ નંદાજીએ પોતાની લાક્ષણિક અદામાં સૌને ખાસ કરીને યુવા સીએને હતાશ થયા વગર આગળ વધતા રહેતા કહ્યું કે, ‘જિંદગી સફર હે ચલતે રહો, મંજીલ મિલ હી જાયેગી થોડા ભટકતે હી સહી’. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના વ્યવસાયમાં સ્ત્રીઓના વધતા પ્રમાણ વિશે તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. સીએનો પ્રોફેશનલ ખૂબ જ સ્ટ્રોંગ પ્રોફેશનલ છે કહેતાં તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા હિમાયત કરી હતી. દરેક સીએ એ ટેકનોલોજીમાં અપગ્રેડ થતાં રહેવું જાેઈએ. તેઓએ સીએના પ્રેકટીશ એરીયામાં બદલાવની જરુરીયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ઉદાહારણ થકી રમૂજી શૈલીમાં તેઓએ કહ્યું કે આપણે એક ઓરબીટમાંથી બહાર આવીને, એક ડ્રીમ બનાવવું જોઈએ અને તેને પરિપૂર્ણ કરવા દરેક પ્રકારની સ્કીલને ડેવલપ કરવી જાેઈએ અને આપણાં લીડરના ગુણો ડેવલપ કરવા જોઈએ. લીડર હંમેશા આગળ વધતો રહે છે. સીએ ચરણજોતસિંઘ નંદાએ ગુરુવાણીના સુંદર શબ્દો થકી પારીવારક જવાબદારી, કાર્ય પ્રત્યેની જવાબદારી સાથે જિંદગીને વધુ બહેતર બનાવતા આગળ વધવાની સલાહ આપી હતી. તેઓએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાની ગાંધીનગર બ્રાંચનો આ સુંદર સેમિનારના આયોજન બદલ અને તેઓની મુલાકાતની અદ્ભૂત સરભરા બદલ આભાર માનતા ગાંધીનગર બ્રાંચની કામગીરીથી સંતોષ પ્રાપ્ત થયો છે તેમ જણાવેલ.
ICAI ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધનમાં ગાંધીનગર બ્રાંચની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતાં સુચારુ માર્ગદર્શન આપીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્ની વર્તમાન સમયે ખૂબ જ મહત્વની ભૂમિકા છે તેમ જણાવી આ પ્રોફેશન આપણે નવી ઓળખ અપાવે છે તેમ જણાવેલ.
આ પૂર્વે ઉપસ્થિત સદસ્યો માટેના માર્ગદર્શન હેતુ સેમિનારનું આયોજન થયું હતું જેમાં ‘નેવીગેટીંગ અનસર્ટેનેટીસ : ઈન્ડીયન સ્ટોક માર્કેટ આઉટલુક એમીડ્સ ગ્લોબલ ચેન્જીશ’ ઉપર સીએ જૈમીન ગોસ્વામી દ્વારા અને Reassesment Proceedings : Practicle Insights for Tax Professionals વિષય ઉપર સીએ મેહુલ ઠક્કર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ બંને સેમિનાર સભ્યો માટે ખૂબ જ રસપ્રદ બની રહેલ. આ સેમિનારમાં રાજ્યના અનેક સ્થળોએથી નામાંકીત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, શ્રીમતી નંદા સહિત ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, મહેસાણા સહિતના અનેક વિસ્તારોમાંથી ૧૭૦થી વધારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્એ લાભ લીધો હતો અને ICAI ના પ્રેસીડન્ટ સીએ ચરણજાેતસિંહ નંદાના માર્ગદર્શનમાં પણ સહભાગી થયા હતા.
આભાર વિધિ સીએ ફેનિલ શાહ તેમજ ક્લોઝીંગ રીમાર્કસ સીએ સાગર પરમાર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું આયોજન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાની ગાંધીનગર બ્રાંચ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ. કાર્યક્રમની સફળતા માટે સીએ રોમિલ શાહ (અધ્યક્ષ), સીએ વિનય જાગેટીયા (ઉપાધ્યક્ષ), સીએ સાગર પરમાર (મંત્રી), સીએ ઐશ્વર્યા જોશી (ટ્રેઝરર). સીએ મેહુલ દોશી (મેનેજીંગ કમિટી મેમ્બર), સીએ હાર્દિક સોની (WICASA અધ્યક્ષ) સહિત તમામ સ્ટાફ મેમ્બર્સએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300