જૂનાગઢમાં તા.૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

જૂનાગઢમાં તા.૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વન૯૭ કમ્યુનિકેશન લી.(PayTm) અને એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લી. એકમમાં સેલ્સ ઓફિસર કે લાઇફ મીત્રની જગ્યાઓ માટે એસ.એસ.સી., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, – જૂનાગઢ ખાતે આગામી તારીખ ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકના સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર સમયસર સ્વ- ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ પોર્ટલના https://anubandham.gujarat.gov.in માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300